RSS

એહમદ હુસૈન – મોહમ્મદ હુસૈન

22 ઓક્ટોબર

.

.

કોણ જાણે કેમ આપણી માનસિકતા જ કુવાનાં ડેડકા જેવી થઇ ગઇ છે. મહાન ગઝલ ગાયકો સામે આપણને કોઇ વાંધો કે વિરોધ નથી પણ કોઇ આમને તો સાંભળો…. દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાશે….

 

એહમદ હુસૈન – મોહમ્મદ હુસૈનનો પરિચય થયાને લગભગ બે દાયકા થયા. એમના અવાજનો પરિચય, ગાયકીનો પરિચય. એમને રૂબરૂ મળવાનું બન્યું નથી. પરંતુ સ્વર થાકી બરાબર ઓળખું છું. કારણ કે, એમની ગાયકી મેં રાત-રાત ભર જાગી ને ગટગટાવી છે. એમના ગાયનને એવી રીતે પીધું છે જાણે કોઈ અઠંગ પ્યાસી વ્યક્તિ શરાબને માણતો હોય. ખબર નહિ કેમ, મને એ જગજીત કરતા હંમેશા ચડિયાતા લાગ્યા છે. એવું સતત લાગ્યું છે કે, એમના હક્ક-હિસ્સાના યશ – કીર્તિ અને નામના એમને મળ્યા નથી. બેઉ ભાઈઓની ગાયકી આલા દરજ્જાની, સંગીતની સમજ કોઈ ઉસ્તાદ જેવી – એટલે જ તેઓ પણ “ઉસ્તાદ”ના નામથી જ ઓળખાય છે. કમ્પોઝિશનમાં ચિક્કાર વૈવિધ્ય. ક્યાંય સ્તરથી નીચે ઉતરવાની વાત જ નહિ. અને હું માનું છું કે, ગઝલ કે ગાયકીના ક્ષેત્રમાં અવાજ કરતા વધુ મહત્વ ગાયકીનું અને તર્જનું હોય છે.

 

વધુ આગળ વાંચવા નીચેની લિંક છે

 

http://kinner-aacharya.blogspot.in/2012/10/ahmed-hussain-mohammed-hussain.html

 

.

.

 
2 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 22, 2012 માં Uncategorized

 

2 responses to “એહમદ હુસૈન – મોહમ્મદ હુસૈન

  1. JIGNESH

    ઓક્ટોબર 23, 2012 at 17:35

    દેવદત્તભાઇ, આ પોસ્ટ વાંચી તે અચાનક યાદ આવ્યું કે મેં રાજકોટથી મારા કોલેજકાળનાં દિવસોમાં એક મેગ્ના સાઉન્ડ દ્વારા રીલીઝ કરવામાં આવેલી કેસેટ ખરીદેલી. (ટાઇટલ યાદ નથી) તેમાં આ હુસૈન ભાઇઓ એ ગાયેલી બે ગઝલ હતી તેમાંની એક જે મને ખુબ ગમતી તે “नझर मुझसे मीलाती हो, तो तुम शरमाती जाते हो, इसीको प्यार कहेते है, इसीको प्यार कहेते है… તો આ ગઝલ આ પોસ્ટમાં આપેલ લિન્કમાંથી શેમાંથી મને મળશે તે જરા જણાવશો.

     
    • thakerdevdutt

      ઓક્ટોબર 24, 2012 at 11:39

      ભાઇ જીગ્નેશ, એ આલ્બમનુ નામ ૯૯.૯૯% ‘Love’ હતું, આ આલ્બમની તમામ ગઝલો ઉત્તમ હતી પરંતુ એ બધાની વચ્ચે આ બન્ને બંધુઓની ગાયેલ ગઝલ “नझर मुझसे मीलाती हो, तो तुम शरमाती जाते हो, इसीको प्यार कहेते है, इसीको प्यार कहेते है… ” કમાલની હતી. નીચે તેની લીંક આપું છું,

       

Leave a comment