RSS

I LOVE MY FATHER …….

આ લેખ કોણે લખેલ છે તે મને ખબર નથી, WhatsApp માં મેસેજ આવ્યો તે આપ સૌ સાથે શેર કરૂં છું.

આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે . મારું સર્વસ્વ છે મારો આત્મા છે … મારા ગુરુ , મારા સખા , મારા સુખ – દુખ ના ભાગીદાર , મારા ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા …

આ લેખ પૂરો કરતા કરતા કદાચ રૂમાલ પણ ભીનો થઇ જશે અને લેપટોપ નું કી બોર્ડ પણ …..
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે , સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે , દેવ – દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે . લેખકો – કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે . સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે . પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી . કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર , વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે …. આવા પિતાઓ સમાજમાં એકાદ – બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ? પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે . તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે “ આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે . દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ , પોતે તો જુનો લેંઘોજ વાપરશે .
સંતાનો ૧૦૦ / ૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો
સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે . ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે . રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે . પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ફાટ વળી ને ખેતી કામ કરતા
પણ મેં જોયેલા છે અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને …
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે . માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી . પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી , કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે , પોતાની માતા મૃત્યુ
પામે તોપણ પિતા રડી શકતા નથી . કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે .
પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે . પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી . તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે . કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે . ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી . પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે . ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે , પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે .

કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે ,
વખાણ કરે છે , આશિષ આપે છે , પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી . બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ
હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી . દેવકી – યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ .

રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા ..
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે , પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે .
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે , તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે ….
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે .
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા , દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા , ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ? આ બધા જ અનુભવો નઝરે મારી અને લોકો ના જીવન માં બહુ જ બારીકાઇ થી જોયા છે હજુ પિતા વિષે ધણું બધું લખી શકાય છે . બસ હવે વધુ કઈ નહિ લખી શકું ……

I LOVE MY FATHER …….

કદાચ ઈશ્વર અને મારા પિતા બંને સામે હોય મારી અને એક ની પસંદ કરવા નું કહે તો હું દોડી ને મારા પિતા ની જ આંગળી પકડું … જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં – બાપ ને વૃધ્ધાશ્રામે જતા અટકાવશે , તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે ..

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 6, 2014 in Uncategorized

 

બાળકને ઊચકી લેતા શાંત થઈ જવા પાછળનું વિજ્ઞાન – The Neuroscience of Calming a Baby

દરેક માતાપિતા જાણતા જ હોય છે કે નાનું બાળક રડતું હોય ત્યારે એને ઊચકી લો, હળવેથી થપથપાવો, ઊચકીને ઘરમાં થોડું હરોફરો શાંત થઈ જશે. રડતા બાળકને શાંત કરવાનો આ વૈશ્વિક સાધારણ ઉપાય છે જે હરકોઈ જાણતું હોય છે. ઉંદરનું બચ્ચું હોય કે માનવબાળ – કોઈના હાથોમાં ઊચકાઈ જાય એટલે એનું શાંત થવાનુ રીએક્શન તરત જતાવતું હોય છે. માનવથી માંડીને ઉંદર સુધીનાં શિશુ એની માતા દ્વારા ઊચકી લેવામાં આવતાં તરત શાંત અને તણાવમુક્ત થઈ જતાં હોય છે. માતાના હાથમાં હોવું બાળક માટે દુનિયાની સૌથી સલામત જગ્યા હોય છે અને પોતાનું બાળક આનંદિત, સંતુષ્ટ અને હળવાશ અનુભવતું હોય એ માતા માટે શાંતિનો અહેસાસ કરાવનારું હોય છે. ખરેખર તો ઇવલૂશનરી બાયોલૉજીના સંદર્ભે બાળક ઊચકી લેવાતા ન્યુરોબાયોલૉજીકલી રડતા બંધ થઈ જવા વિકસેલું હોય છે, જે આપણી માનવજાતના સર્વાઇવલ માટે મદદગાર છે.

વધુ વાંચવા ક્લિક કરો…….

http://tinyurl.com/qersade

 
Leave a comment

Posted by on નવેમ્બર 19, 2013 in Uncategorized

 

લલ્લા…. અલ્લા તેરા નિગેહબાન !!!!!!!!!

[ ભાઈ શ્રી મુર્તુઝાની ફેસબુક પોસ્ટ માંથી સાભાર. ]

આમ તો હું કાનશિખ રફીયુક્ત છું પણ…મને ખુદને આશ્ચર્ય થાય છે કે ટોપ ૩ સોંગ્સ એકેય એમના નથી. એટલા માટે કે…તેમના જ હાર્ડકોર શિષ્યો ગણાતા ગાયકોએ જગ્યા પચાવી પાડી છે.

જેમાં એક તો યેસુદાસજી, બીજા તલતજી અને ત્રીજા…આહ! મન્ના ડેજી છે. (યેસ! યેસુદાસની જેમ મન્ના સાહેબ પણ રફી સાહેબના પરમ ભક્ત હતા એ જ્યારે મેં થોડાં વર્ષો પહેલા જાણ્યું ત્યારે હું પણ આ બાબતનો ભક્ત બન્યો હતો.)

સાચું કહું તો મન્નાજીના અવસાનથી મને કોઈ ગમ થયો નથી. કેમ કે…એક ગાયક તરીકે તેમણે સુપર અને તેનાથી પણ સુપર્બ ગીતો વાળી ઝિંદગી જીવી છે, જે પુરતી છે.

“ મારી ઝિંદગીમાં મેં જ્યારે જ્યારે પણ ‘પૂછોના કૈસે મૈને રેન બિતાઈ’ (ફિલ્મ- મેરી સુરત તેરી આંખે) ગાયું કે સાંભળ્યું છે ત્યારે ત્યારે હું અવશ્ય આંસુ સાથે રડ્યો જ છું. કેમ કે…મન્નાજીના દર્દની કમાલ છે.” – આવું જ્યારે દાદામુની અશોકકુમારે વર્ષો પહેલા તેમના કોઈક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું ત્યારે ‘જીવતા માણસમાં દિલ ધબકતું રહે છે.’ એવું સાબિત કરવા કોઈ હેલ્થ-સર્ટીફિકેટની જરૂર પડી નથી. કેમ કે…સાંભળ્યા પછી એક રડી શકતા માણસ તરીકે આપણે હજુ હયાત છીએ એવો સૂર અંદરથી નીકળે છે.

પછી સમયાંતરે જીવતા રહેવાનો ડોઝ…‘તું પ્યાર કા સાગર હૈ (ફિલ્મ-સીમા), ‘ઝિંદગી…કૈસી યે પહેલી હાયે (ફિલ્મ-આનંદ), ‘સૂર ના સજે ક્યા ગાઉં મૈ’ (ફિલ્મ- વસંત બહાર), ‘ઉસકો નહિ દેખા હમને કભી પર ઇસકી ઝરૂરત ક્યા હોગી અય્ મા’ (ફીલ- દાદીમા)…..

ઓહોઓઓઓઓઓઓ…એમના જીવનની ઝરમર અને ગીત-માહિતીઓ તો વાઈકીપીડિયામાં અને બીજી અન્ય સાઈટ્સ પરથી ભરપૂર મળી આવશે. પણ…જીવતો મન્ના….????…નામુમકીન.

ગૂગલમાં ‘List of Manna Dey’s songs’ લખતા એક મસ્ત મજાની યાદાવલીમાં યુટ્યુબની લિંક્સ સાથે મન્નાજી હાજર થઈ જશે. રવિવાર સુધારવા માટે બસ..ઇતના હી કાફી હૈ! હા..ધ્યાન રહે કે સવારની શરૂઆત ‘ભોર આઈ, ગયા અંધિયારા (ફિલ્મ- બાવર્ચી)થી થાય. (ચાહ-કૉફી પીવાની… જોરૂરોત બિશોર નોય)

હ..તો હવે તમને સવાલ થાય કે…મારા લિસ્ટમાં એમનું ટોપ ૩માં આવતું કયું ગીત છે? –‘તુમ બેસહારા હો તો…કિસીકા સહારા બનો’ (ફિલ્મ- અનુરોધ) સાંભળશો તો (મન્નાજીનું તો ખરું) પછી અન્નાજી પણ હજાર કહ્યું સાંભળશો….ગેરેન્ટેડ!

હાશ….હવેથી એમની પુણ્યતિથિનો દિવસ સાચે જ… ‘મન્ના ડે’ તરીકે ઓળખાશે.

 

મનના ડે

 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 26, 2013 in Uncategorized

 

શોલે + અશોક દવે.

 

અશોક દવે મારા ગમતા હાસ્ય લેખકો મા આવે. અને જ્યારે હાસ્ય લેખકોનો દુકાળ પડ્યો હોય ત્યારે વિરડી મીઠી જ લાગે. એક સમય એવો હતો કે દર બુધવારે “બુધવારની બપોરે” ની રાહ જોતો અને તે જ સમયે અશોક દવે એ ( કદાચ પહેલી વાર ) ફિલ્મી ગીતો વિષે એક લેખ લખવાનો ચાલુ કર્યો, બહુ જ ઉમદા લેખ લખ્યા તેમણે ગીતો વિષે, તે સમયે બ્લોગની સુવિધા નહોતી એટલે એ છાપાની કાપલી કાપીને આજ સુધી સાચવીને રાખી છે.

આથી અશોક દવે પર માન નહી પણ બહુમાન છે છતાં

તા. ૨૪મી મે ૨૦૧૩નાં ગુજરાતી દૈનિક ‘ગુજરાત સમાચાર’ની પૂર્તિ ‘ચિત્રલોક’ માં અમદાવાદનાં લેખક અશોક દવેની અઠવાડિક કોલમ ‘ફિલ્મ ઇંડિયા’ માં આ ફિલ્મનો રિવ્યુ તેમણે લખ્યો છે. આ રિવ્યુનાં ૭ (સાત)મી કોલન નાં છેલ્લા ફકરામાં ભાઇએ લખ્યું છે એના જ શબ્દોમાં વાંચો.

“આનંદ બક્ષીએ આટલી મોટી ફિલ્મ મળી હોવા છતાં આજ સુધી ન લખ્યા હોય એવા એક પછી એક ઘટીયા ગીતો ‘શોલે’માં લખ્યા. કમનસીબે આહ ફિલ્મ ‘શોલે’થી રાહુલદેવ બર્મનનાં વળતા પાણી શરૂ થયા. આખી ફિલ્મમાંથી એનાં ગીતો સિવાય અન્ય ભાગ્યે જ કોઇ ટીકા કરી શકાય એવું હતું.”

 

તો ભાઇ અશોક દવે, આપ ખુબ મોટા ગજાનાં લેખક હોવા છતાંયે આપનું જો આ સ્તરનું જ્ઞાન હોય તો માફ કરશો પણ એવું કહેવું પડશે કે તમે હજુ ખાંડ ખાવ છો. ભલે તમને ડાયાબિટીસ હોય છતાં પણ, સાહેબ તમે અહીં કાચા પડ્યા. કારણ કે આ ફિલ્મ અને આ ફિલ્મનાં ગીતો આજ ‘દિ’ લગણ સુપર ડુપર હિટ થી યે ઉપર રહ્યા છે સાહેબ મારા! આનંદ બક્ષીની વાત તો છોડો પણ ‘શોલે’ પહેલાં અને પછી પણ રાહુલદેવનાં વળતા પાણી નહોતાં શરૂ થયાં પણ પાણી હવે તો છજાથી લઇને છત સુધી પહોંચવા માંડ્યા હતાં. જરા આ યાદી જુઓ. શોલે પહેલાં તો તમે લખ્યું તેમ પંચમ હિટ હતાં એટલે શોલે પછીની તેમની ઇનિંગ પર નજર નાંખીએ. શોલે આવ્યું ૧૯૭૫માં પછી રાહુલદેવ ઇન્ડ્સ્ટ્રીમાં થોડા ઘણાં  ૧૫-૧૮ વર્ષ સક્રિય રહ્યા અને આ દરમ્યાન તેમને તેમની કારકિર્દીનો પહેલો ફિલ્મફેર પણ મળ્યો હતો, ફિલ્મ ‘સનમ તેરી કસમ’ માટે. અને તેમની બીજી નોંધપાત્ર અને મેં જેમ ઉપર લખ્યું તેમ સુપર થી ઉપર ડુપર થી યે ક્યાંય ઉપર એવી હિટ ફિલ્મોની વણઝાર આપેલી, ૧૯૭૬માં ‘મહેબુબા’ અને ‘બાલિકા બધુ’, તો ૧૯૭૭માં ‘કિતાબ’, ‘કિનારા’, ‘મુક્તિ’ અને ‘હમ કિસીસે કમ નહીં’. આ ફિલ્મની અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડ વેચાયેલી. તો ૧૯૭૮માં, ‘ઘર’, ‘કસ્મે વાદે’, દેવતા’ અને ‘શાલિમાર’. ૧૯૭૯માં ‘ધ ગ્રેટ ગેમ્બલર’ અને ‘ગોલમાલ’. ૧૯૮૦માં ‘ખુબસુરત’, ‘ધ બર્નિંગ ટ્રેન’, ‘સિતારા’ અને ‘અબ્દુલ્લા’. ‘શાન’ જેનો ઉલ્લેખ આપે આપની કોલમમાં કર્યો છે તે ૧૯૮૦માં આવી. જેનાં ગીતો આજે પણ લોકો ગાય છે અને મોજેથી સાંભળે પણ છે. એક પણ ઓર્કેસ્ટ્રાની નાઇટ એવી નથી હોતી કે જેમાં ‘શાન’ અને ‘શોલે’ નાં ગીતો ની ફરમાઇશ ન થઇ હોય. આ સાબિત કરે છે કે પંચમ શું હતાં. ‘શોલે’ ફિલ્મનાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય કે ફિલ્મનું સંગીત… આર.ડી.એ, એ જમાનામાં ફિલ્મ ૧૯૭૫માં રીલીઝ થઇ માટે ૧૯૭૩-૭૪ની સાલમાં ટાંચા સાધનો સાથે પણ એવું શ્રેષ્ઠ સંગીત આપ્યું છે અને મિક્સીંગ કર્યુ છે કે જે આજની તારીખે કરવામાં અને એ પણ આટલી ટેક્નોલોજી આગળ વધી ગઇ હોવા છતાં પણ સંગીતકારોને ફિણ લાવી દે. એ પંચમે એ વર્ષોમાં કર્યું.

રાહુલદેવને તેમની સંગીતકાર તરીકેની ૧૯૬૧થી લઇને ૧૯૯૪ સુધીની કારકિર્દીમાં કુલ ૧૭ તો વખત ફિલ્મફેર એવોર્ડમાં નોમીનેશન મળ્યા છે. જે નાની સુની ઉપલબ્ધી નથી એ પણ એ વખતે જ્યારે એવોર્ડ માટે રીતસરની હરીફાઇ થતી. માટે એક યાદી જુઓ. ૧૯૭૨માં ફિલ્મ ‘કારવાં’ માટે, ૧૯૭૪માં ફિલ્મ ‘યાદોં કી બારાત’ માટે, ૧૯૭૫માં ફિલ્મ ‘આપ કી કસમ’ માટે, ૧૯૭૬માં ફિલ્મ ‘શોલે’ અને ‘ખેલ ખેલ મેં’ માટે, ૧૯૭૭માં ફિલ્મ ‘મહેબૂબા’ માટે, ૧૯૭૮માં ફિલ્મ ‘હમ કિસીસે કમ નહીં’ અને ‘કિનારા’ માટે, ૧૯૭૯માં ફિલ્મ ‘શાલિમાર’ માટે, ૧૯૮૧માં ફિલ્મ ‘શાન’ માટે, ૧૯૮૨માં ફિલ્મ ‘લવ સ્ટોરી’ માટે, ૧૯૮૩માં ફિલ્મ ‘સનમ તેરી કસમ’ માટે જેમાં તેમને ફિલ્મફેર એવોર્ડ મળેલો. ૧૯૮૪માં ‘માસૂમ’ અને ‘બેતાબ’ માટે. ફિલ્મ ‘માસૂમ’ માટે ફરી બીજો ફિલ્મફેર એવોર્ડ મળેલો. ૧૯૮૫માં ફિલ્મ ‘જવાની’ માટે અને ૧૯૮૬માં ‘સાગર’ માટે તેમને ફિલ્મફેરમાં નોમિનેશન મળેલું. આ ફિલ્મોનાં ગાયકોને તો ફિલ્મફેર પણ મળેલા જ. અને અશોકભાઇ આ ફિલ્મોમાંથી ઘણી ફિલ્મો ૧૯૭૫નાં ‘શોલે’ પછી પણ આવેલી છે, પંચમને તેની કારકિર્દીનાં બંને ફિલ્મફેર એવોર્ડ ‘શોલે’ પછી જ મળેલા.

રહી વાત આનંદ બક્ષી સાહેબની તો લેખક સલિલ દલાલની પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ નાં પાના નં ૧૩૩ થી ૧૫૫ સુધી વાંચી ‘લેજો’. આનંદ બક્ષી શું હતાં સમજાય જશે.

સાહેબ તમારું હોમવર્ક સારું જ હોય છે પણ માફ કરશો આ વખતે તમે કાચા પડ્યા.)

અશોક દવેનો લેખ આ પ્રમાણે હતો

==============================

24/05/2013

 

ફિલ્મ : ‘શોલે'(‘૭૫) ૭૦ MM

નિર્માતા : જી. પી. સિપ્પી

દિગ્દર્શક : રમેશ સિપ્પી

સંગીત : રાહુલદેવ બર્મન

ગીતકાર : આનંદ બક્ષી

રનિંગ ટાઈમ : મૂળ લંબાઈ ૨૦૪

મિનીટ્સ સુધારેલી લંબાઈ ૧૮૮ મિનીટ્સ

થીયેટર : રૂપાલી (અમદાવાદ)

 

કલાકારો : અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવકુમાર, હેમા માલિની, જયા ભાદુરી, અમજદ ખાન, એ. કે. હંગલ, અસરાની, જગદીપ, સત્યેન કપ્પૂ, અરવિંદ જોશી, શરદ કુમાર, ઈફ્તિખાર, પી. જયરાજ, મેકમોહન, વિજુ ખોટે, ગીતા સિદ્ધાર્થ, માસ્ટર અલંકાર જોશી, લીલા મિશ્રા, વિકાસ આનંદ, બિરબલ, કેશ્ટો મુકર્જી, સચિન, મેજર આનંદ, બિહારી, ભગવાન સિન્હા, જેરી, ભાનુમતિ, મુસ્તાક મર્ચન્ટ, મામાજી, રાજકિશોર, હબીબ, જલાલ આગા, રાજન કપૂર, કેદાર સહગલ, ઓમ શિવપુરી અને હેલન.

 

***

ગીતો :

૧. કોઈ હસિના જબ રૂઠ જાતી હૈ તો એક, દો, તીન હો જાતી હૈ કિશોર-હેમા માલિની

૨. હોલી કે રંગ જબ ખીલ જાતે હૈ, રંગો મે લતા-કિશોર કુમાર

૩. યે દોસ્તી હમ નહિ છોડેંગે, છોડેંગે દમ અગર તેરા સાથ મન્ના ડે, કિશોર

૪. મેહબૂબા મેહબૂબા, ગુલશન મેં ફૂલ ખીલતે હૈં પંચમ (આર.ડી.)

૫. આ જબ તક હૈ જાન, જાને જહાં મૈં નાચૂંગી લતા મંગેશકર

૬. આ શરૂ હોતા હૈ ફિર બાતોં કા મૌસમ મન્ના ડે, કિશોર, ભૂપેન્દ્ર, આનંદ બક્ષી

૭. તૂને યે ક્યા કિયા, બેવફા બન ગયા, વાદા તોડ કે કિશોર કુમાર

(ગીત નં. ૬ ઓરિજીનલ પ્રિન્ટમાં ય લેવાયું નહોતું. ફક્ત તેની રેકોર્ડ બની હતી.)

 

***

ફિલ્મ ‘શોલે’ની અસલી પ્રિન્ટ જોવા મળી, એ પહેલા યૂ-ટયૂબ પર અસલી ‘શોલે’માં હતા, એ દ્રષ્યો જોઈ લીધા હતા, જેમ કે મૂળ ફિલ્મમાં ઠાકૂર (સંજીવકુમાર) ગબ્બરસિંઘ (અમજદ ખાન)ને મારી નાંખે છે. ઈમામ સાહેબના પુત્ર આહમદ (સચિન)ની હત્યા ગબ્બર બહુ ક્રૂર રીતે કરે છે કે ગબ્બરને મારવાના પ્લાનરૂપે ઠાકૂર એના બુઢ્ઢા નોકર (સત્યેન કપ્પૂ) પાસે જૂતાંની નીચે ખીલ્લા નંખાવે છે… વગેરે વગેરે. એટલે એવી અસલી આખી ફિલ્મની ડીવીડી જોવા મળી, એટલે ૩૭ વર્ષો પહેલાનું રૂપાલી થીયેટર યાદ આવ્યું, જ્યારે પહેલા આખા વીકમાં થીયેટર ઉપર કાગડા ઊડતા હતા. ત્યાં સુધી અમદાવાદ જ નહિ, આખા દેશમાં મોટા ભાગના પ્રેક્ષકોને પહેલા સપ્તાહમાં રામ જાણે કેમ, પણ આ ફિલ્મ ખાસ ગમી નહોતી. હવા ધીરે ધીરે જામવા માંડી અને પછી એવી જામી કે ભારતમાં બનેલી કોઈપણ ફિલ્મ કરતા આ ફિલ્મ સર્વોત્તમ સોપાને પહોંચી ગઈ. આજ સુધી આટલી સફળ એકે ય ફિલ્મ ભારતમાં બની નથી.

 

મુંબઈના એકલા મિનર્વા થીયેટરમાં જ આ ફિલ્મ સળંગ પાંચ વર્ષ ચાલી. ભારતના સેન્સર બોર્ડને વાંધો હતો ગબ્બરસિંઘ મરી જાય એમાં. નીતિમત્તાના ધોરણો જાળવવા ઠાકૂર કાયદો હાથમાં લઈને ગબ્બરને ખતમ કરી નાંખે, એ મંજુર નહોતું. સચિનને મારી ભલે નાંખો, પણ કેવી રીતે માર્યો, એ ન બતાવો. સિપ્પીઓને એ દ્રશ્યો નવેસરથી શૂટ કરીને વાર્તામાં થોડો બદલાવ લાવવો પડયો, જે આપણે ‘૭૫ની સાલમાં જોયો હતો. આમ તો અસલી ફિલ્મને મરોડવામાં આવી, તેથી પ્રેક્ષકોના રસને ખાસ કોઈ અસર થઈ નહોતી. એક જીવ બળી જાય, મૂળ ફિલ્મની વાર્તા મુજબ, સંજીવ કુમાર, અમજદ ખાનને મારી નાંખે છે (પોતાના પગોથી કૂચલીને) એ પછી સંજીવનો સાયલન્ટ અભિનય કોઈ મોટા કલાસનો હતો. પોતાના પરિવારને ક્રૂરતાથી રહેંસી નાંખનાર ગબ્બરને ફક્ત પોતાના હાથે (હાથ તો ગબ્બરે કાપી નાંખ્યા હતા, એટલે પોતાના પગે) કૂચલી કૂચલીને મારી નાંખવાનો મનસૂબો પોતાના અને રામગઢના જાનના જોખમે રાખનાર સંજીવના હાથમાં એટલે કે પગમાં છેવટે અમજદ આવે છે, ત્યારે એ જ મનસૂબો પાર પાડવાની તો ખુશી થવી જોઈતી હતી ઠાકૂરને… થઈ હશે, પણ એ મકસદ પૂરો થઈ ગયા પછી એમના જીવનમાં કાંઈ બાકી જ ન રહ્યું, એનો વિષાદ કે પૂર્ણ સંતોષ આવી ગયા પછી સંજીવનો વગર સંવાદે કેવળ હાવભાવથી જે અભિનય કર્યો છે, તે થોડી ક્ષણોને કારણે જ કદાચ જાણકારો સંજીવને ભારતના પ્રથમ પાંચ ટોપ એક્ટરોમાં મૂક્તા હશે.

 

અભિનયને સમજતા વિદ્વાનોના મતે ફિલ્મમાં ટુંકો પણ સર્વોત્તમ અભિનય બુઝુર્ગ સ્વ. અવતાર કિશન હંગલે આપ્યો છે. ‘યે ઈતના સન્નાટા ક્યું હૈ, ભાઈ?’ આ એક નાનકડા સંવાદે હંગલને દેશભરમાં ખ્યાતિ અપાવી. તો બીજી બાજુ, ફિલ્મમાં જેમના ચેહરા પણ ભાગ્યે જ દેખાય છે, તેવા મેકમોહન (સામ્ભા) અને વિજુ ખોટે (કાલીયા) એમના પાત્રોને કારણે જગમશહૂર થઈ ગયા. માહૌલ મુજબ, હવે જેમને ‘થ્રી ઈડિયટ્સ’ વાળા શર્મન જોશીના ફાધર તરીકે ઓળખવા પડે, તે અરવિંદ જોશીથી ઊંચું નામ ગુજરાતી તખ્તા ઉપર બસ, કોઈ બે-ચાર કલાકારોનું માંડ હશે, એવા ઊંચા ગજાના આ કલાકારે જસ્ટ બીકોઝ… હિંદી ફિલ્મમાં ચમકવા મળે છે, માટે તો આવો સ્તર વગરનો રોલ નહિ સ્વીકાર્યો હોય. સાલું ભારતીય લશ્કરમાં તમે સરસેનાપતિ હો અને અમેરિકન લશ્કરમાં તમને ખૂણામાં ભાલો પકડાવીને ઊભા કરી દે, એમાં પ્રતિષ્ઠા આપણી જાય… કારણ ગમે તે આપો!

 

આજે તો ભારતની આજ સુધીની તમામ ફિલ્મોના એક માત્ર સર્વશ્રેષ્ઠ હીરો તરીકે જેની ગણના થાય છે, એ અમિતાભ બચ્ચને પણ આ ફિલ્મમાં ‘જય’નો રોલ મેળવવા કાવાદાવા અને રાજકારણ ખેલવું પડયું હતું, કારણ કે, જયનો એ રોલ મૂળ તો શત્રુધ્ન સિન્હાને મળવાનો હતો, પણ અમિતાભે રમેશ સિપ્પીને ખૂબ સમજાવ્યા કે, કઈ કઈ રીતે આ રોલ કરવા માટે હું પરફેક્ટ છું, એ પછી શત્રુભ’ઈ ખામોશ થઈ ગયા.

 

આવી રમુજ ‘કિસ ગાંવ કા હૈ ટાંગા, બસન્તી…’વાળા વીરૂ ઉર્ફે ધર્મેન્દ્રને પણ થઈ હતી. ફિલ્મની વાર્તા સાંભળ્યા પછી ઠાકૂર બલદેવસિંહવાળો રોલ કોઈપણ હિસાબે એને જોઈતો હતો, પણ સિપ્પીએ સમજાવ્યો કે, ‘… તો પછી વીરૂવાળો રોલ સંજીવ કુમારને આપવો પડશે ને હીરોઈન હેમા માલિની સંજીવ લઈ જશે.’ ધરમો તાબડતોબ સમજી ગયો કારણ કે ખતરો હતો. સંજીવ કુમારે ઉઘાડે છોગ હેમા માલિની માં જયા ચક્રવર્તિ પાસે હેમાનો હાથ માંગ્યો હતો અને ભાઈ લટ્ટુ પણ ઘણા હતા. ધરમાએ તાત્કાલિક પ્રવાહ બદલી નાંખ્યો અને ડાહ્યો થઈને ચૂપચાપ વીરૂ બની ગયો. ફિલ્મના અંતે નાળા ઉપરના બ્રીજ પાસેના શૂટિંગ વખતે એક ગમખ્વાર ઘટના બનતા બનતા સહેજમાં રહી ગઈ. ધર્મેન્દ્રની પિસ્તોલમાંથી અચાનક છુટેલી ગોળી અમિતાભને સહેજમાં વાગતી રહી ગઈ.

 

સંજીવ બદનામ પણ ખૂબ થયો, ‘શોલે’ના નિર્માણ દરમ્યાન. ફિલ્મનું શૂટિંગ બેંગાલૂરૂ પાસેના ‘રામનગરમ’ ખાતે ચાલતું હતું, જ્યાં સિપ્પીએ આખા ગામનો તોતિંગ ખર્ચે સેટ ઊભો કર્યો હતો. સહુ જાણે છે કે, અમિતાભ ઘડિયાળના કાંટે શૂટિંગ પર પહોંચી જાય ને સહુ એ પણ જાણે છે કે, શૂટિંગના સમયને સંજીવ સાથે કોઈ લેવાદેવા નહિ. એ મોડો જ આવે. અને મોડો એટલે ઘણો મોડો. આખું યુનિટ સવારે ૭ વાગે તૈયાર હોય ત્યારે હરિભાઈ ૧૨ વાગે તો હોટેલ પરથી નીકળે. વિવાદ ટાળવા સિપ્પીએ સંજીવનો રોજનો સમય જ ૧૨ પછીનો કરી નાંખ્યો. વિખ્યાત પત્રકાર શોભા ડે દેખાવમાં તો આજે ય સેક્સી લાગે છે. હરિભાઈ ચિક્કાર પીને એની ઉપર વધુ પડતા આસક્ત થઈ ગયા અને હોટેલમાં પોતાની રૂમમાં બોલાવીને જબરદસ્તી શરૂ કરી દીધી. આ વાત શોભાએ પોતે માન્ય મેગેઝિનમાં લખી છે કે, ‘હૂ મારં રક્ષણ કરવા પૂરતી સશક્ત અને સંજીવ ચિક્કાર પીધેલો ન હોત તો… પછી શું થયું હોત, તે ધારણાનો વિષય છે.’ આખી ફિલ્મમાં હેમા માલિની સાથે સંજીવ કુમારનું એક પણ દ્રશ્ય નથી. હેમા પાછળ આદુ ખાઈને પડેલા સંજીવનું મોઢું પણ જોવા એ માંગતી ન હોવાથી ફિલ્મની વાર્તામાં એ બન્નેને એક દ્રષ્યમાં ભેગા જ કરવામાં આવ્યા નહિ.

 

ગબ્બરસિંઘનો રોલ પહેલો ડેની ડેન્ઝોંગ્પાને સોંપાયો હતો, પણ ડેની ફીરોઝખાનની ફિલ્મ ‘ધર્માત્મા’ના શૂટિંગ માટે અફઘાનિસ્તાનમાં બિઝી હતો, એટલે ફિલ્મ સ્વીકારી ન શકયો ને રોલ અમજદ ખાનને મળ્યો. જોકે, ફિલ્મના જોડીયા વાર્તા લેખકો પૈકીના (સલીમ) જાવેદને અમજદનો અવાજ ગબ્બર માટે ફિટ નહિ પણ પાતળો લાગતો હતો ને એમણે સિપ્પીને, અમજદને બદલી નાંખવાની ભલામણ કરી, જે સ્વીકારાઈ નહિ. ઠાકૂરની હવેલી પાસે ખડક પર ઊભા ઊભા બંદૂક ફોડતો યુવાન શરદકુમાર છે, જે તનૂજાની સામે ફિલ્મ ‘પૈસા યા પ્યાર’માં સેકન્ડ હીરો હતો. ‘દો લબ્ઝો કી હૈ, દિલ કી કહાની’ના અમિતાભવાળા ગીતમાં ફ્રેન્ચ ભાષામાં ”આ મોરે મીયો…” પણ શરદે ગાયું છે. આ પાનાં ઉપર ‘શોલે’ના ગીતોની યાદીમાં છઠ્ઠું ગીત કવ્વાલી હતી, પણ ફિલ્મની લંબાઈ વધી જતા, કાઢી નાંખવામાં આવ્યું. સુરમા ભોપાલીનો રોલ વાસ્તવિક્તામાં લેખક સલિમે તેના એક ઓળખીતા વેપારી ઉપરથી ઘડયો હતો. કોમેડિયન જગદીપને એ વ્યક્તિની બોલચાલ અને હાવભાવનો છાનોમાનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું, તે કર્યું તો ખરું, પણ ફિલ્મ રીલિઝ થયા પછી પેલો અસલી વેપારી બગડયો હતો, કારણ કે મૂળ તો એ ફોરેસ્ટ ઓફિસર હતો પણ ફિલ્મમાં સુરમા ભોપાલીને લાકડાકાપુ ઠેકેદાર જેવો બનાવાયો હતો, એમાં પેલો ગીન્નાયો હતો. લેખક સલિમ આમ તો સલમાન ખાનના ફાધર તરીકે વધુ ઓળખાય છે, પણ ‘શોલે’ના જય અને વીરૂ સલિમના કોલેજકાળના બે દોસ્તોના વાસ્તવિક નામો છે, ‘જયસિંઘરાવ કાલેવર’ જે ખેતરમાં શાકભાજી ઉગાડતો ખેડૂત હતો અને બીજો ઈન્દોરની ખજરાણા કોઠીના જાગીરદારનો છોકરો વિરેન્દ્રસિંઘ બિયાસ હતો. એ બન્ને આજે તો મૃત્યુ પામ્યા છે. આમ તો બધાને ખબર છે કે, સલમાન ખાનની માતા સલમા મૂળ હિંદુ છે. તેના પિતા ઠાકૂર બલદેવસિંઘના અસલી નામ પરથી સંજીવકુમારનું નામ ઠાકુર બલદેવસિંઘ રાખવામાં આવ્યું છે. આજે પણ સલિમ ખાનના આ સસુરજીનું દાંતનું દવાખાનું મુંબઈના માહિમમાં છે.

 

હેમા માલિનીની ‘મૌસી’ બનતી લીલા મિશ્રા સાથે, ‘અરે, મૌસી, અબ આપકો કૈસે સમઝાઉં…’ વાળી આખી સીચ્યૂએશન વાસ્તવમાં બનેલી છે અને તે પણ સલિમ-જાવેદ સાથે જ. જાવેદ હની ઈરાનીના પ્રેમમાં હતો, જે પારસી છે. તેની મમ્મીને વાત કરવા જાવેદે સલીમને મોકલ્યો હતો ને સલીમે પૂરો ભાંગડો વાટી નાંખ્યો… જેમ અમિતાભ ધરમના વખાણ કરવાને બદલે મજાક-મજાકમાં બદનામ કરી નાંખે છે.

 

એવી જ રીતે, ફિલ્મમાં ટ્રેનની જે સીકવન્સ છે તે મુંબઈ-પૂણે લાઈન પર પનવેલ જતા શૂટ કરવામાં આવી હતી, જેના શૂટિંગમાં ૨૦ દિવસ ગયા હતા.

 

ક્યાંક દિગ્દર્શકનું બેધ્યાન પણ તરત નજરે ચઢે એવું છે. સંજીવ કુમાર વેકેશનમાં ઘેર પાછો આવે છે, ત્યારે પરિવારની પાંચ લાશો પડી હોય છે, એમાં સૌથી નાના બાળક (માસ્ટર અલંકાર)ના શબ ઢાંકેલા શબ પરથી કપડું ખસેડે છે, જે પવનમાં દૂર ફંગોળાઈ જાય છે. તરતના દ્રષ્યમાં એ કપડું બાળકના મોંઢે સલામત ગોઠવાઈ જાય છે. એવી જ રીતે, બસંતી ભગવાન શંકરના મંદિરે ચાલતી આવે છે, પણ પાછી પોતાના ટાંગામાં જાય છે. જલ્દી માનવામાં નહિ આવે, પણ આવી ઉત્તમ ફિલ્મ બનવા છતાં ‘શોલે’ને ફક્ત એક જ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને તે પણ એડિટીંગ માટેનો. મોટા ભાગના એવોડર્સ યશ ચોપરાની ફિલ્મ ‘દીવાર’ લઈ ગઈ હતી, જે અમદાવાદના અલંકાર સિનેમામાં આવ્યું હતું. નટરાજમાં સંજીવ-સુચિત્રા સેનનું ‘આંધી’, શ્રી કે શિવમાં ઉત્તમ કુમારનું ‘અમાનુષ’, નોવેલ્ટીમા આ જ અમિતાભ ધર્મેન્દ્રનું ‘ચુપકે ચુપકે’, મોડેલમાં રાજ કપૂરનું ‘ધરમ-કરમ’, એલ.એન.માં ફિરોઝ ખાનનું ‘કાલા સોના’, કૃષ્ણમાં અમિતાભ-જયાનુ ‘મિલી’, અશોકમાં મૌસમી ચેટર્જીનું ‘નાટક’, પ્રકાશમાં વિનોદ ખન્ના, લીના ચંદાવરકરનું ‘કૈદ’, રૂપમમાં મનોજકુમારનું ‘સન્યાસી’, રીગલમાં અમિતાભ-સાયરા બાનુનું ‘ઝમીર’ અને દેવ આનંદનું ‘વોરન્ટ’ લાઈટ હાઉલમાં ચાલતું હતું.

 

આનંદ બક્ષીને આટલી મોટી ફિલ્મ મળી હોવા છતાં આજ સુધી ન લખ્યા હોય એવા એક પછી એક ઘટીયા ગીતો ‘શોલે’માં લખ્યા. કમનસીબે આજ ફિલ્મ ‘શોલે’થી રાહુલદેવ બર્મનના વળતા પાણી શરૂ થયા. આખી ફિલ્મમાંથી એના ગીતો સિવાય અન્ય ભાગ્યે જ કોઈ ટીકા કરી શકાય એવું હતું. સિપ્પીની એ પછીની ‘શાન’માં ય પંચમ નિષ્ફળ ગયો. ‘સાગર’નું એકાદું ગીત લોકોને ગમ્યું. આ જ ફિલ્મમાં ધર્મેન્દ્ર હેમા માલિનીને બાહુપાશમાં વારંવાર લેવા મળે, એટલે ઝાડ પરથી ફળ તોડવા બંદૂક ફોડવાના દ્રષ્યો વખતે ધરમે યુનિટના કોઈ માણસને ફોડીને વારંવાર એ શોટ લેવડાવ્યો, જેમાં બન્ને પડી જાય છે, એકબીજાની ઉપર! આ જ ફિલ્મ બનતી હતી તે વખતે બચ્ચનપુત્રી શ્વેતા જયાના પેટમાં હતી, એટલે એવા પેટે જયા શોટ ન આપી શકે એ માટે પણ વાર્તામાં ઝીણકા ઝીણકા ફેરફારો કરવામાં આવ્યા હતા.

 
1 ટીકા

Posted by on જુલાઇ 28, 2013 in Uncategorized

 

સાર્થકના સથવારે……

તા. ૦૬ અપ્રિલ ૨૦૧૩ ના રોજ મિત્ર ધૈવત ત્રિવેદી, ઉર્વિશ કોઠારી અને દિપક સોલિયા દ્વારા થઇ રહેલ સાર્થક પ્રકાશન ઉત્સવમાં સહભાગી થાવાનો લાભ જે મળ્યો તે અવિસ્મરણીય છે. આ આખા કાર્યક્રમ ઉપસ્થિત રહી જે માહિતી પરમ પુજ્ય માનું છું તેવા શ્રી નગેન્દ્ર વિજય પાસેથી મળ્યું તેનુ વર્ણન કરવું તો શક્ય જ નથી છતાં ઉર્વિશભાઇ,જીજ્ઞેશ અને ક્રુતાર્થભાઇએ જાણે રૂબરૂ માણતા હોય તેવું શબ્દસ્વરૂપ આપેલ છે.

આ લેખ વાંચવા માટેની લિંક નીચે આપેલ છે.

http://urvishkothari-gujarati.blogspot.in/

http://jignesh1976.blogspot.in/

http://audaciousdesire.wordpress.com/2013/04/18/saarthakprakashan/

 

DSCN0003

જયરાજભાઇ ખુમાણ, દેવદત્ત ઠાકર, ધૈવત ત્રિવેદી અને જીજ્ઞેશ ઉપાધ્યાય.

DSCN0017

જીજ્ઞેશ ઉપાધ્યાય, ઊર્વિશ કોઠારી અને દેવદત્ત ઠાકર.

DSCN0019

કૃતાર્થ વસાવડા, જીજ્ઞેશ ઉપાધ્યાય, દેવદત્ત ઠાકર અને ઊર્વિશ કોઠારી.

DSCN0023

બિનીત મોદી અને દેવદત્ત ઠાકર.

DSCN0025ખરેખર જેને દિલથી પરમ પુજ્ય માનું છું તેવા શ્રી નગેન્દ્ર વિજય અને અમારા ગામનું પાણી શ્રી ધૈવત ત્રિવેદી.

 

 

 
Leave a comment

Posted by on એપ્રિલ 20, 2013 in Uncategorized

 

नाथूराम गोड़से का अस्थि-कलश विसर्जन अभी बाकी है

नाथूराम गोड़से का अस्थि-कलश विसर्जन अभी बाकी है

लेख : सुरेश चिपलूनकर जी

फ़ाँसी दिये जाने से कुछ ही मिनट पहले नाथूराम गोड़से ने अपने भाई दत्तात्रय को हिदायत देते हुए कहा था, कि “मेरी अस्थियाँ पवित्र सिन्धु नदी में ही उस दिन प्रवाहित करना जब सिन्धु नदी एक स्वतन्त्र नदी के रूप में भारत के झंडे तले बहने लगे, भले ही इसमें कितने भी वर्ष लग जायें, कितनी ही पीढ़ियाँ जन्म लें, लेकिन तब तक मेरी अस्थियाँ विसर्जित न करना…”। नाथूराम गोड़से और नारायण आपटे के अन्तिम संस्कार के बाद उनकी राख उनके परिवार वालों को नहीं सौंपी गई थी। जेल अधिकारियों ने अस्थियों और राख से भरा मटका रेल्वे पुल के उपर से घग्गर नदी में फ़ेंक दिया था। दोपहर बाद में उन्हीं जेल कर्मचारियों में से किसी ने बाजार में जाकर यह बात एक दुकानदार को बताई, उस दुकानदार ने तत्काल यह खबर एक स्थानीय हिन्दू महासभा कार्यकर्ता इन्द्रसेन शर्मा तक पहुँचाई। इन्द्रसेन उस वक्त “द ट्रिब्यून” के कर्मचारी भी थे। शर्मा ने तत्काल दो महासभाईयों को साथ लिया और दुकानदार द्वारा बताई जगह पर पहुँचे। उन दिनों नदी में उस जगह सिर्फ़ छ्ह इंच गहरा ही पानी था, उन्होंने वह मटका वहाँ से सुरक्षित निकालकर स्थानीय कॉलेज के एक प्रोफ़ेसर ओमप्रकाश कोहल को सौंप दिया, जिन्होंने आगे उसे डॉ एलवी परांजपे को नाशिक ले जाकर सुपुर्द किया। उसके पश्चात वह अस्थि-कलश 1965 में नाथूराम गोड़से के छोटे भाई गोपाल गोड़से तक पहुँचा दिया गया, जब वे जेल से रिहा हुए। फ़िलहाल यह कलश पूना में उनके निवास पर उनकी अन्तिम इच्छा के मुताबिक सुरक्षित रखा हुआ है।

15 नवम्बर 1950 से आज तक प्रत्येक 15 नवम्बर को गोड़से का “शहीद दिवस” मनाया जाता है। सबसे पहले गोड़से और आपटे की तस्वीरों को अखंड भारत की तस्वीर के साथ रखकर फ़ूलमाला पहनाई जाती है। उसके पश्चात जितने वर्ष उनकी मृत्यु को हुए हैं उतने दीपक जलाये जाते हैं और आरती होती है। अन्त में उपस्थित सभी लोग यह सौगन्ध खाते हैं कि वे गोड़से के “अखंड हिन्दुस्तान” के सपने के लिये काम करते रहेंगे। गोपाल गोड़से अक्सर कहा करते थे कि यहूदियों को अपना राष्ट्र पाने के लिये 1600 वर्ष लगे, हर वर्ष वे कसम खाते थे कि “अगले वर्ष यरुशलम हमारा होगा…”

हालांकि यह एक छोटा सा कार्यक्रम होता है, और उपस्थितों की संख्या भी कम ही होती है, लेकिन गत कुछ वर्षों से गोड़से की विचारधारा के समर्थन में भारत में लोगों की संख्या बढ़ी है, जैसे-जैसे लोग नाथूराम और गाँधी के बारे में विस्तार से जानते हैं, उनमें गोड़से धीरे-धीरे एक “आइकॉन” बन रहे हैं। वीर सावरकर जो कि गोड़से और आपटे के राजनैतिक गुरु थे, के भतीजे विक्रम सावरकर कहते हैं, कि उस समय भी हम हिन्दू महासभा के आदर्शों को मानते थे, और “हमारा यह स्पष्ट मानना है कि गाँधी का वध किया जाना आवश्यक था…”, समाज का एक हिस्सा भी अब मानने लगा है कि नाथूराम का वह कृत्य एक हद तक सही था। हमारे साथ लोगों की सहानुभूति है, लेकिन अब भी लोग खुलकर सामने आने से डरते हैं…।

डर की वजह भी स्वाभाविक है, गाँधी की हत्या के बाद कांग्रेस के लोगों ने पूना में ब्राह्मणों पर भारी अत्याचार किये थे, कांग्रेस कार्यकर्ताओं ने संगठित होकर लूट और दंगों को अंजाम दिया था, उस वक्त पूना पहली बार एक सप्ताह तक कर्फ़्यू के साये में रहा। बाद में कई लोगों को आरएसएस और हिन्दू महासभा का सदस्य होने के शक में जेलों में ठूंस दिया गया था (कांग्रेस की यह “महान” परम्परा इंदिरा हत्या के बाद दिल्ली में सिखों के साथ किये गये व्यवहार में भी दिखाई देती है)। गोपाल गोड़से की पत्नी श्रीमती सिन्धु गोड़से कहती हैं, “वे दिन बहुत बुरे और मुश्किल भरे थे, हमारा मकान लूट लिया गया, हमें अपमानित किया गया और कांग्रेसियों ने सभी ब्राह्मणों के साथ बहुत बुरा सलूक किया… शायद यही उनका गांधीवाद हो…”। सिन्धु जी से बाद में कई लोगों ने अपना नाम बदल लेने का आग्रह किया, लेकिन उन्होंने दृढ़ता से इन्कार कर दिया। “मैं गोड़से परिवार में ब्याही गई थी, अब मृत्यु पर्यन्त यही मेरा उपनाम होगा, मैं आज भी गर्व से कहती हूँ कि मैं नाथूराम की भाभी हूँ…”।

चम्पूताई आपटे की उम्र सिर्फ़ 14 वर्ष थी, जब उनका विवाह एक स्मार्ट और आकर्षक युवक “नाना” आपटे से हुआ था, 31 वर्ष की उम्र में वे विधवा हो गईं, और एक वर्ष पश्चात ही उनका एकमात्र पुत्र भी चल बसा। आज वे अपने पुश्तैनी मकान में रहती हैं, पति की याद के तौर पर उनके पास आपटे का एक फ़ोटो है और मंगलसूत्र जो वे सतत पहने रहती हैं, क्योंकि नाना आपटे ने जाते वक्त कहा था कि “कभी विधवा की तरह मत रहना…”, वह राजनीति के बारे में कुछ नहीं जानतीं, उन्हें सिर्फ़ इतना ही मालूम है गाँधी की हत्या में शरीक होने के कारण उनके पति को मुम्बई में हिरासत में लिया गया था। वे कहती हैं कि “किस बात का गुस्सा या निराशा? मैं अपना जीवन गर्व से जी रही हूँ, मेरे पति ने देश के लिये बलिदान दिया था।

12 जनवरी 1948 को जैसे ही अखबारों के टेलीप्रिंटरों पर यह समाचार आने लगा कि पाकिस्तान को 55 करोड़ रुपये देने के लिये सरकार पर दबाव बनाने हेतु गाँधी अनशन पर बैठने वाले हैं, उसी वक्त गोड़से और आपटे ने यह तय कर लिया था कि अब गाँधी का वध करना ही है… इसके पहले नोआखाली में हिन्दुओं के नरसंहार के कारण वे पहले से ही क्षुब्ध और आक्रोशित थे। ये दोनों, दिगम्बर बड़गे (जिसे पिस्तौल चलाना आता था), मदनलाल पाहवा (जो पंजाब का एक शरणार्थी था) और विष्णु करकरे (जो अहमदनगर में एक होटल व्यवसायी था), के सम्पर्क में आये।

पहले इन्होंने गांधी वध के लिये 20 जनवरी का दिन तय किया था, गोड़से ने अपनी इंश्योरेंस पॉलिसी में बदलाव किये, एक बार बिरला हाऊस जाकर उन्होंने माहौल का जायजा लिया, पिस्तौल को एक जंगल में चलाकर देख लिया, लेकिन उनके दुर्भाग्य से उस दिन बम तो बराबर फ़ूटा, लेकिन पिस्तौल न चल सकी। मदनलाल पाहवा पकड़े गये (और यदि दिल्ली पुलिस और मुम्बई पुलिस में बराबर तालमेल और खुफ़िया सूचनाओं का लेनदेन होता तो उसी दिन इनके षडयन्त्र का भंडाफ़ोड़ हो गया होता)। बाकी लोग भागकर वापस मुम्बई आ गये, लेकिन जब तय कर ही लिया था कि यह काम होना ही है, तो तत्काल दूसरी ईटालियन मेड 9 एमएम बेरेटा पिस्तौल की व्यवस्था 27 जनवरी को ग्वालियर से की गई। दिल्ली वापस आने के बाद वे लोग रेल्वे के रिटायरिंग रूम में रुके। शाम को आपटे और करकरे ने चांदनी चौक में फ़िल्म देखी और अपना फ़ोटो खिंचवाया, बिरला मन्दिर के पीछे स्थित रिज पर उन्होंने एक बार फ़िर पिस्तौल को चलाकर देखा, वह बेहतरीन काम कर रही थी।

गाँधी वध के पश्चात उस समय समूची भीड़ में एक ही स्थिर दिमाग वाला व्यक्ति था, नाथूराम गोड़से। गिरफ़्तार होने के पश्चात गोड़से ने डॉक्टर से उसे एक सामान्य व्यवहार वाला और शांत दिमाग होने का सर्टिफ़िकेट माँगा, जो उसे मिला भी। बाद में जब अदालत में गोड़से की पूरी गवाही सुनी जा रही थी, पुरुषों के बाजू फ़ड़क रहे थे, और स्त्रियों की आँखों में आँसू थे।

बहरहाल, पाकिस्तान को नेस्तनाबूद करने और टुकड़े-टुकड़े करके भारत में मिलाने हेतु कई समूह चुपचाप काम कर रहे हैं, उनका मानना है कि इसके लिये साम-दाम-दण्ड-भेद हरेक नीति अपनानी चाहिये। जिस तरह सिर्फ़ साठ वर्षों में एक रणनीति के तहत कांग्रेस, जिसका पूरे देश में कभी एक समय राज्य था, आज सिमट कर कुछ ही राज्यों में रह गई है, उसी प्रकार पाकिस्तान भी एक न एक दिन टुकड़े-टुकड़े होकर बिखर जायेगा और उसे अन्ततः भारत में मिलना होगा, और तब गोड़से का अस्थि विसर्जन किया जायेगा।

 
3 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 2, 2013 in Uncategorized

 

પંચમદા !!!!!!!!!!

 

સૌ કોઇના દિલની ધડકન વધારી દે, રૂંવાડા ઉભા કરી દે એવા સંગીતકાર આ.ડી. ના દિલની ધડકન આજ થી ૧૮ વરસ પહેલા બંધ થઇ ગઇ. લાગ્યું કે હવે આર.ડી. નો કોઇ વિકલ્પ જ નથી, પણ આ જે લાગે છે જેમ શોલે માં ગબ્બર કહી ગયો ને જે “ ગબ્બર સે તુમકે એક હી આદમી બચા સકતા હૈ, ખૂદ ગબ્બર. ” એમજ આર.ડી. ની જગ્યા એક વ્યક્તિ પુરી શકે અને તે આર.ડી. આજે જ્યારે તેમના ગીતો સામભળીયે તો હજુ પણ તેવી ને તેવી તાજગી લાગે.

 

જ્યારે પંચમદાના ગીતોની વાત થાય ત્યારે સૌ કોઇ “મહેબૂબા મહેબૂબા…”, “ યે શામ મસ્તાની ” કે “ ચુરા લિયા હૈ તુમને જો દિલ કે ” વગેરે ગીતોની જ વાત કરે. પણ મને થાય છે કે આર.ડી. ના એવા ગીતો શેર કરૂં કે જે બહુ હિટ ના હોય અને તમામ ગીતો માં કંઇક અલગ હોય.

 

આ માત્ર મારો એક નમ્ર પ્રાયાસ છે, બાકી સમંદર ને પ્યાલીમાં ભરી ના શકાય તેની મને ખબર છે.

 

 

 

વ્યક્તિગત રીતે આર.ડી.બર્મન ક્યારેય મને મ્યુઝીશિયન લાગ્યા જ નથી, તે જન્મજાત મેજીશીયન હતા. ૧૯૬૧માં “ છોટે નવાબ ” થી જે જાદુ ચાલુ કર્યો તે આજે પણ ચાલે જ છે અને ચાલતો રહેશે. સારૂં સંગીત આપનાર તો ઘણા આવ્યા પણ તેમા વિવિધતા લાવવા નો પ્રયત્ન આર.ડી. એ જ કર્યો અને પરિણામ સ્વરૂપઅધધધ કહી શકાય તેમ ૨૯૨ હિન્દી, ૩૧ બંગાળી, ૩ તેલુગુ, ૨ તમિલ, ૨ ઉરીયા,  ૧ મરાઠી એમ કુલ ૩૩૧ ફિલ્મો અને ૫ નોન-ફિલ્મી આલ્બમ આપ્યા.

 

વિવિધતા કહીયે તો જ્યારે કોમ્યુટર નહોતા કે એવા કોઇ હાઇ-ફાઇ ઇન્સ્ટ્રુમેન્ટ ન હતા ત્યારે ( ૧૯૬૭માં ) તેમણે નાસિર હુસૈનની ફિલ્મ “ બહારોકેસપને ” માં એક ગીત આપ્યું “ ક્યા જાનુ સજન…. હોતી હૈ ક્યા ગમ કી શામ ”

 

http://vimeo.com/54112033

 

આ ગીતમાં ભારતિય ફિલ્મોમાં પહેલી વાર ઓવરલેપીંગ ટૅક્નિકનો ઉપયોગ કર્યો. અને ત્યા બાદ પણ ઘણીવાર ઓવરલેપીંગ ટૅક્નિકનો ઉપયોગ કર્યો જેમ કે આર.ડી., ગુલઝાર અને આશાભોંસલેના “ દિલપડોસીહૈ ” આલ્બમમાં “ રીશ્તેબનતેહૈ, બડેધીરેસે, બનનેદેતે… કચ્ચે લમ્હો કો ઝરા શાખ પે પકને દેતે ” ગીત માં ઓવરલેપીંગ નોઅફલાતૂન ઉપયોગ કર્યો. બાકી “ દિલ પડોસી હૈ ” વિશે તો જેટલું લખીયે તેટલું ઓછું ( અને જેટલું આ આલ્બમ સાંભળીયે તેટલુ ઓછું )

 

બ્યુગલ તો વર્ષો થી વાગતું આવે છે પણ “ દમમારોદ મ મ મ મ મ ઊ ઊ ઊ ઊ ” માં જે ભૂંગળુ વગડ્યું તે સાલું કોઇ વગાડી શકતું નથી. આ તો “ હરે રામ હરે ક્રિષ્ના ” ફિલ્મનું સુપર ડુપર હીટ હોય આ ગીતની તો સૌને ખબર જ હોય પણ ક્યારેય તમે “ હરે રામ હરે ક્રિષ્ના ” નું ટાઇટલ ગીત સાંભળ્યું છે ???? આર.ડી.બર્મને આ ગીત ઊષા ઊથ્થુપ અને આશા ભોંસલે પાસે ગવરાવ્યું, ઊષા ઊથ્થુપને આર.ડી.બર્મન જ લઇને આવ્યા અને ઊષા ઊથ્થુપ પાસે એવા ગીતો ગવરાવ્યા કે લોકો નાચવા માંડે.

 

http://www.youtube.com/watch?v=XiJw0TWmvo8

 

લોકો માત્ર નાચે જ નહી પણ બાળકને સૂવરાવવા માટે ચીલા ચાલુ લોરી થી સાવ અલગ જ લોરી ગીત કિશોર અને લાતા પાસે સોલો લોરી ગવરાવી ૧૯૭૯ માં નૌકરમાં “ ચાંદની રે જૂમ !!!!!! ” અને ૧૯૭૧ માં લાખો મેં એક માં “ ચંદા ઓ ચંદા ” લોરી ગીત આપ્યા……… તો તમે પણ જૂમો આ લોરી પર ….

 

http://www.youtube.com/watch?v=SWZ15rhimMk

http://www.youtube.com/watch?v=C-iywGo9IgY

 

કોઇ પણ વ્યક્તિ હોય તેમની એક આગવી ઓળખ તો હોય જ. આર.ડી.બર્મને જેટલા પાશ્ચાત સંગીતમાં માં માસ્ટર હતાં તેના કરતા ક્યાંય વધારે તેમણે ક્લાસિકલ સંગીત આપ્યું છે. છતાં પ્રોફેશનલી ફિલ્મ સંગીત માટે તેમણે એવા ગીતો આપ્યા કે પ્લેનું બટન દબાય કે પાંચમી કે સાતમી સેકંડે જ ખબર પડી જાય જે આ તોઆર.ડી.એક્સ.

 

http://www.youtube.com/watch?v=Cj1r0mGmxD8

 

“ છલિયા ” માં કલ્યાણજી આણંદ્જી ભાઇઓ એ “ ડમ ડમ ડીગા ડીગા ”, “ છલિયા મેરા નામ છલના મેરા કામ ”, “ મેરે ટૂટે હુએ દિલસે કોઇ તો આજ યે પૂછે કી તેરા હાલ ક્યા હૈ, કી તેરા હાલ ક્યા હૈ… ” અને લતા સાથે “ મેરી જાન કુછ ભી કીજીયે ” જેવા હીટ ગીતો મૂકેશ પાસે ગવરાવ્યા. જ્યારે આર.ડી.બર્મને મૂકેશ પાસે બહુ જાજા ગીતો નથી ગવરાવ્યા પણ જે ગવરાવ્યા તે વાહ !!!!  પણ આ ગીત આપણે સાંભળ્યા નહી તેમાં વાંક કોનો ????

 

ગૂગલ દેવનો ઉપયોગ કર્યા વગર કહો કે આ ગીતમાં ફીમેઇલ અવાજ કોનો છે ?

 

http://www.youtube.com/watch?v=QMa7Ah2KYrg

 

“ ભૂતબંગલા ” માં મહેમૂદે આર.ડી નો સાથ આપ્યો હતો તો આર.ડીએ મહેમૂદ નો સાથ લઇ બનાવ્યું …….

 

http://www.youtube.com/watch?v=VWt9njK6u-o

 

મહેમૂદ માં સંગીત તો હશે જ હો. એટલે જ લકી અલી થાયને…..

 

આર.કે બેનરમાં બનેલ ફિલ્મો માં આર.ડી.બર્મને માત્ર બે જ ફિલ્મ “ ધરમ કરમ ” અને “ બીવી ઓ બીવી ” માં સંગીત આપેલ.  “ ધરમકરમ ” માં આર.ડી. એ લતા, મૂકેશ અને કિશોર પાસે ગવરાવ્યું કે “ તેરે હમ સફર ગીત હૈ તેરે, ગીત હી તો જીવન મીત હૈ તેરે ”

 

http://www.youtube.com/watch?v=K_GW_hjY2RI

 

ધૂન મગજમાં આવે એટલે તરત સંગીતકાર ના મનમાં હોય ગાયક. કે આ ગીતને આજ ગાયક ન્યાય આપી શકે. કોઇ ક્યારેય એવું વિચારે કે આ ગીત ડૅની ડૅન્ઝપ્પા ગાય ???. હા ડીરેક્ટર ચોક્કસ વિચાર કરે કે વિલન તરીકે ડૅની ડૅન્ઝપ્પાને લઇયે, પણ એક ગાયક તરીકે તો લેવાની હિંમત માત્ર ને માત્ર આર.ડી. જ કરે. અને ગવરાવે કે…. “ સુન સુન કસમ સે ”

 

http://www.youtube.com/watch?v=2PKAm8thFSo

 

માત્ર ડૅની જ નહી પણ આનંદ બક્ષીજી ને પણ માઇક હાથમાં આપી દિધું. અને બક્ષી બાબુએ પણ જીવ રેડી દીધો હો આ ગીતમાં………….

 

http://www.youtube.com/watch?v=uXqy3_dz4d8

 

ફિલ્મ ઇડસ્ટ્રીઝમાં આવતા નવા તમામ ગાયકોની પાસે પંચમદાએ એવા ગીતો ગવરાવ્યા કે વાહ. અભીજીતને આવારા બનાવી બ્રેક આપ્યો. “ મૈ આવારા હી સહી….. ” રફીની પડેલી ખાલી જગ્યામાં અનવર પાસે ગવરાવ્યું “ કોઇ પરદેસી આયા પર દેસ મે… ” શબ્બીર કુમાર પાસે ફિલ્મ ડકૈત માં “ મેરે પ્યાર કો મેરે અલ્લહ, દે એક ચાંદ સા પ્યારા લલ્લા ” અને વાડેકર પાસે દ્રોહી ફિલ્મમાં “ તુમ જો મીલે તો લગા હૈ, જૈસે મીલી જીન્દગી ”

 

http://www.youtube.com/watch?v=27v6ti4nn_k

 

http://www.youtube.com/watch?v=7z8kuFYan4w

 

http://www.youtube.com/watch?v=-rl6Aes5lwk&playnext=1&list=PLLC8l28qE5xANvbLn4OFzZ8m-Vj7mGtfD&feature=results_video

 

http://www.youtube.com/watch?v=FQ7G-soi7IQ

 

સુરેશ વાડેકરે ખૂબ જ સારા ગીતો આપ્યા પણ જ્યારે તેનો ઉપયોગ આ.ડી.બર્મને કર્યો ત્યારે વાડેકરે કંઇક અલગ જ મૂડ માં જોવા ( સાંભળવા ) મળ્યા. “ બે_લગામ ” ફિલ્મમાં સાંભળૉ આશા અને વાડેકરને.

 

http://www.youtube.com/watch?v=Tx7MQs53HaI

 

સ્વિઝર્લેન્ડની બર્ફીલી વાદી માં યશચોપરા હંમેશા આપણને લઇ જાય પણ તેમા સિનેમોટૉગ્રાફર હોય મન મોહન સિંહ (  વડાપ્રધાન નહી હો, તે તો ક્યાં કંઇ બોલે છે ) આમ તો આ મન મોહન સિંહ પણ બહુ બોલે નહી પણ પંચમદા એતો આખું ગીત ગવારાવ્યું.

 

http://www.youtube.com/watch?v=lL60iC1tG18

 

જે થોડા પણ ગીત પ્રેમી હોય તેને હંમેશા પરિંદા નું ગીત “ તુમસે મીલ કે એસા લગા તુમસે મીલકે અરમાં હુવે પુરે દિલ કે, એ મેરી જાને વફા…. ”  ગીત ગમતું જ હોય અને પ્રસંગોપાત આ ગીત ગાતા જ હોય તેમજ કોઇ પણ પ્રોગ્રામમાં પણ આ ગીતની ફરમાઇશ આવે જ પણ મેં ક્યારેય કોઇના પાસે “ પ્યાર કે મોડ પે છોડોગે જો બાંહે મેરી ” નથી સાંભળ્યું. તમે નથી સાંભળ્યું ??? તો સાંભળૉ.

 

http://www.youtube.com/watch?v=RZ0B1Ag7-_g

 

“ બોબી ” પછી શૈલેન્દ્રસીંહ નો જમાનો આવ્યો પણ મ્ધ્યાન પહેલા જ સુર્ય અસ્ત થઇ ગયો ત્યારે પંચમદાએ ૧૯૯૧માં “ ગુન્હેગાર કૌન ? ” માં શૈલેન્દ્રસીંહ અને આશા પાસે જાદુ કરાવ્યો કે “ ના સનમ મર જાયેંગે હમ… ” ( આ ગીતની લીંક મળતી નથી. કોઇને મળે તો આપજો.)

 

૨૦૦૦ માં એટલે કે આર.ડી. ના મૃત્યુ પછી લગભગ ૬ વરસ બાદ ગેંગ ફિલ્મમાં પણ તે ચાલ્યા ગયા પછી કહ્યું કે “ છોડ કે ના જાના…..  ” પરંતુ હવે કહીને કોઇ ફાયદો નથી અને જેને જેને રોકાઇ જવાનું કહ્યું તે ક્યાં કોઇ રોકાાણા છે.

 

http://www.youtube.com/watch?v=Ru-z4ZXvOhU

 

અને છેલ્લે એક એવું ધૂન કે જે મારી બહુ જ ગમતી ધૂન છે “ જલપરી ”. જે પંચમદા એ ઘણા જ વરસો પહેલા બનાવેલી, અને બંગાળી “ તુની કાટો જે દુરે ” માં પોતે જ ગાયેલ, બોલીવુડમાં પંચમદાએ આ ધુન નો ઉપયોગ ફિલ્મ “ સાગર ” માં ડીમ્પલ કાપડીયા જ્યારે નહાતી હોય છે ત્યારે ઉપયોગ કર્યો. અને ત્યાર બાદ ૧૯૯૩ માં ગુલશન કુમારે પોતાના ભાઇ માટે બનાવેલ “ આજા મેરી જાન ” ના ટાઇટલ ગીત માં “ જલપરી ” નો ઉપયોગ કર્યો.

 

http://www.youtube.com/watch?v=v8mzDXcEvFw

 

http://www.youtube.com/watch?v=ShW2yFwMcwI

 

http://www.youtube.com/watch?v=EUaEsn4NLoc

 

મારી ભૂલચૂક સુધારવા માટે અજયભાઇ શેઠ્નો આભારી છું

 

આપ સૌના પ્રતિભાવ આવકાર્ય છે.

 

આભાર.

 

 

 

 
7 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 3, 2013 in Uncategorized

 

જૈસે રાધાને માલા જપી શામ કી

 

કંઇ પણ ઢંગધડા વગરનાં ગીતો શા માટે લોક જીભે ચડી જતા હશે તે ખબર પડતી નથી.

સાજીદ – વાજીદ ભાઇઓ એ ગીત આપ્યું કે ” મેરે ફોટૉકો સીને સે યાર ચીપકાલે સૈયાં ફેવિકૉલ સે……” અત્યારે જ્યાં જઇયે ત્યાં આજ ગીત સંભળાય છે…

આ વાત એટલે લખું છું કે જ્યારે તે ગીતમાં એ કડી બીજીવાર ગવાય છે ( MP3 File માં ૦૦.૫૪ સેકંડ થી ૦૦.૬૦ સેકંડ સુધી ) ત્યારે એ ગીત મને ઢ્સડીને લઇ જાય છે ઇ.સ. ને ૧૯૭૧ માં જ્યારે વિજય આનંદે એ.જે.ક્રોનીનની નવલકથા પરથી ” તેરે મેરે સપને ” બનાવી. અને ઉપકાર કર્યો એસ.ડી.બર્મન સાહેબ અને નિરજે કે આપણને આપ્યું એક ગીત “ c, મૈને ઓઢી ચૂનરિયાં તેરે નામ કી ” નિરજ સાહેબને સલામ છે કે જેણે આટલી સુંદર રચના લખી અને બર્મનદાદાને પણ.

 

Jaise Raadhaa Ne Maalaa Japi Shyaam Ki – 2

Main Ne Odhi Chunariyaa Tere Naam Ki

Tere Naam Ki Ho Piyaa, Tere Hi Naam Ki

Raadhaa Ne

Prit Kyaa Judi

Prit Kyaa Judi, Dor Kyaa Bandhi

Binaa Jatan Binaa Yatan Ho Gai Main Nayi

Binaa Mol Ki Main Biki, Binaa Daam Ki

Raadhaa Ne

Kyaa Tarang Hai

Kyaa Tarang Hai, Kyaa Umang Hai

More Ang Ang Rachaa Pi Kaa Rang Hai

Sharm Aai, Kaise Kahuun Baat Shyaam Ki

Raadhaa Ne

Paa Liyaa Tujhe, Paa Liyaa

Paa Liyaa Tujhe, Paai Har Khushi

Chaahuun Baar Baar Chadhuun Teri Paalaki

Subah Shaam Ki Ye Pyaas Bade Kaam Ki

Raadhaa Ne

 

નક્કી તમારે કરવાનું છે કે તમારે “ ફેવિકૉલ સે……હો..સૈયાં ફેવિકૉલ સે…… ” સાંભળવું છે કે  “ તેરે નામ કી……હો..સૈયાં તેરે નામ કી…… રાધાને માલા જપી શામ કી, મૈને ઓઢી ચૂનરિયાં તેરે નામ કી ”

 

હવે જેને ઇચ્છા ચીપકાવવાની હોય તે ફેવિકોલ ગોતી લેજો અને રાધાની માલા જપવી હોય તેમના માટે નીચે લીંક આપેલ છે.

 

https://www.youtube.com/watch?v=O3sm6n4sdaU

 

આભાર સાજીદ – વાજીદ ભાઇઓનો કે જેમણે આ ગીત યાદ દેવરાવ્યું.

 

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 30, 2012 in Uncategorized

 

અશ્વિની ભટ્ટ ( દાદા )ના પત્રો………………….

 

Ashwini Bhatt Letters

 

 

 

 
2 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 27, 2012 in Uncategorized

 

आगे कोई रास्ता नहीं है – ओशो

एक मित्र ने पूछा है कि कहा जाता है कि भारत का जवान राह खो बैठा है। उसे सच्ची राह पर कैसे लाया जा सकता है?
– पहली तो यह बात ही झूठ है कि भारत का जवान राह खो बैठा है। भारत का जवान राह नहीं खो बैठा है, भारत की बूढ़ी पीढ़ी की राह अचानक आकर व्यर्थ हो गयी है और आगे कोई रास्ता नहीं है।

आज तक जिसे हमने रास्ता समझा था वह अचानक समाप्त हो गया है और आगे कोई रास्ता नहीं है, और रास्ता न हो तो खोने के सिवाय मार्ग क्या रह जाएगा?

भारत का जवान नहीं खो गया है, भारत ने अब तक जो रास्ता निर्मित किया था, इस सदी में आकर हमें पता चला कि वह रास्ता है ही नहीं। इसलिए हम बेराह खड़े हो गए हैं। रास्ता तो तब खोया जाता है जब रास्ता हो और रास्ते से भटक जाए। जब रास्ता ही न बचा हो तो किसी को भटकाने के लिए जिम्मेदार नहीं ठहराया जा सकता।

जवान को रास्ते पर नहीं लाना है, रास्ता बनाना है। रास्ता नहीं है आज और रास्ता बन जाए तो जवान सदा रास्ते पर आने को तैयार है, हमेशा तैयार है। क्योंकि जीना है उसे, रास्ते से भटककर जी थोड़े सकेगा! बूढ़े रास्ते से भटके, भटक सकते हैं। क्योंकि उन्हें जीना नहीं है और सब रास्ते- भटके हुए रास्ते भी कब्र तक पहुँचा देते हैं।

लेकिन जिसे जीना है, वह भटक नहीं सकता। भटकना मजबूरी है उसकी। जीना है तो रास्ते पर होना पड़ेगा, क्योंकि भटके हुए रास्ते जिंदगी की मंजिल तक नहीं ले जा सकते हैं। जिंदगी की मंजिल तक पहुँचने के लिए ठीक रास्ता चाहिए, लेकिन रास्ता नहीं है।

मैं इस बात पर जोर देना चाहता हूँ कि युवक नहीं भटक गया है, हमने जो रास्ता बनाया था वह रास्ता ही विलीन हो गया; वह रास्ता ही नहीं है अब। आगे कोई रास्ता ही नहीं है। और अगर युवक वर्ग को ही गाली दिए चले जाएँगे कि तुम भटक गए हो, तो वह हमसे सिर्फ क्रुद्ध हो सकता है क्योंकि उसे कोई रास्ता दिखायी नहीं पड़ रहा है और आप कहते हैं भटक गए हो।

हमने कुछ रास्ता बनाया था, जो बीसवीं सदी में आकर व्यर्थ हो गया है। हमने रास्ता बनाया था। वह रास्ता ऐसा था कि उसका व्यर्थ हो जाना अनिवार्य था।

पहली बात तो यह है कि हमने पृथ्वी पर चलने लायक रास्ता कभी नहीं बनाया। हमने रास्ता बनाया था, जैसे बेबीलोन में टावर बनाया था कुछ लोगों ने स्वर्ग जाने के लिए। वह जमीन पर नहीं था, वह ऊपर आकाश की तरफ जा रहा था। स्वर्ग पहुँचने के लिए कुछ लोगों ने एक टावर बनाया था।

हिंदुस्तान ने पाँच हजार सालों से जमीन पर चलने लायक रास्ता नहीं बनाया, स्वर्ग पर पहुँचने के रास्ते खोजे हैं। स्वर्ग पर पहुँचने के रास्ते खोजने में पृथ्वी पर रास्ते बनाना भूल गए हैं। हमारी आँखे आकाश की तरफ अटक गयी हैं। और हमारे पैर तो मजबूरी से पृथ्वी पर ही चलेंगे। बीसवीं सदी में आकर हमको अचानक पता चला है कि हमारी आँखों और पैरों में विरोध हो गया है। आँखें आकाश से वापस जमीन की तरफ लौटी हैं तो हम देखते हैं, नीचे कोई रास्ता नहीं है। नीचे हमने कभी देखा नहीं।

इस देश में हमने एक पारलौकिक संस्कृति बनाने की कोशिश की थी। बड़ा अदभुत सपना था, लेकिन सफल नहीं हुआ, न सफल हो सकता था। इस पृथ्वी पर रहने वाले को इस पृथ्वी की संस्कृति बनानी पड़ेगी, पार्थिव। इस पृथ्वी की संस्कृति हमने निर्मित नहीं की।

मैंन सुना है कि यूनान में एक बहुत बड़ा ज्योतिषी एक रात एक गड्डे में गिर गया। चिल्लाता है, बड़ी मुश्किल से पास की किसी किसान औरत ने उसे निकाला। जब उसे निकाला, तब उस ज्योतिष ने कहा है कि माँ, तुझे बहुत धन्यवाद। मैं एक बहुत बड़ा ज्योतिषी हूँ, तारों के संबंध में मुझसे ज्यादा कोई नहीं जानता। अगर तुझे तारों के संबंध में कुछ जानना हो तो मैं बिना फीस के तुझे बता दूँगा, तू चली आना। मेरी फीस भी बहुत ज्यादा है।

उस बूढ़ी औरत ने कहा, बेटे तुम निश्चिंत रहो, मैं कभी न आऊँगी क्योंकि जिसे अभी जमीन के गड्डे नहीं दिखायी पड़ते हैं उसके आकाश के तारों के ज्ञान का भरोसा मैं कैसे करूँ?

भारत कोई तीन हजार साल से गड्डे में पड़ा है आकाश की तरफ आँखे उठाने के कारण। नहीं, मैं यह नहीं कहता हूँ कि किन्हीं क्षणों में आकाश की तरफ न देखा जाए, लेकिन आकाश की तरफ देखने में समर्थ वहीं है जो जमीन पर रास्ता बना ले और विश्राम कर सके। वह आकाश की तरफ देख सकता है, लेकिन जमीन को भूलकर अगर आकाश की तरफ देखेंगे तो गहरी खाई में गिरने के सिवाय कोई मार्ग नहीं है।

लेकिन पूछा जा सकता है कि भारत के जवान ने इसके पहले यह भटकन क्यों न ली? बीसवीं सदी में आकर क्या बात हो गयी? रास्ता- मैं कह रहा हूँ, तीन हजार साल से हमारी पूरी संस्कृति ने जमीन पर रास्ता ही नहीं बनाया।

अगर हम पुराने शास्त्र पढ़े तो उनमें हमें मिल जाएगी किताबें, जिनका नाम है, ‘मोक्षमार्ग’, मोक्ष की तरफ जाने वाला रास्ता। लेकिन पृथ्वी पर चलने वाले रास्ते के संबंध में एक किताब भारतीय संस्कृति के संबंध में नहीं है। स्वर्ग जाने का रास्ता भी है, नर्क जाने का रास्ता भी है, लेकिन पृथ्वी पर चलने के रास्ते के संबंध में कोई बात नहीं है।

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 19, 2012 in Uncategorized