RSS

પંચમદા !!!!!!!!!!

03 જાન્યુઆરી

 

સૌ કોઇના દિલની ધડકન વધારી દે, રૂંવાડા ઉભા કરી દે એવા સંગીતકાર આ.ડી. ના દિલની ધડકન આજ થી ૧૮ વરસ પહેલા બંધ થઇ ગઇ. લાગ્યું કે હવે આર.ડી. નો કોઇ વિકલ્પ જ નથી, પણ આ જે લાગે છે જેમ શોલે માં ગબ્બર કહી ગયો ને જે “ ગબ્બર સે તુમકે એક હી આદમી બચા સકતા હૈ, ખૂદ ગબ્બર. ” એમજ આર.ડી. ની જગ્યા એક વ્યક્તિ પુરી શકે અને તે આર.ડી. આજે જ્યારે તેમના ગીતો સામભળીયે તો હજુ પણ તેવી ને તેવી તાજગી લાગે.

 

જ્યારે પંચમદાના ગીતોની વાત થાય ત્યારે સૌ કોઇ “મહેબૂબા મહેબૂબા…”, “ યે શામ મસ્તાની ” કે “ ચુરા લિયા હૈ તુમને જો દિલ કે ” વગેરે ગીતોની જ વાત કરે. પણ મને થાય છે કે આર.ડી. ના એવા ગીતો શેર કરૂં કે જે બહુ હિટ ના હોય અને તમામ ગીતો માં કંઇક અલગ હોય.

 

આ માત્ર મારો એક નમ્ર પ્રાયાસ છે, બાકી સમંદર ને પ્યાલીમાં ભરી ના શકાય તેની મને ખબર છે.

 

 

 

વ્યક્તિગત રીતે આર.ડી.બર્મન ક્યારેય મને મ્યુઝીશિયન લાગ્યા જ નથી, તે જન્મજાત મેજીશીયન હતા. ૧૯૬૧માં “ છોટે નવાબ ” થી જે જાદુ ચાલુ કર્યો તે આજે પણ ચાલે જ છે અને ચાલતો રહેશે. સારૂં સંગીત આપનાર તો ઘણા આવ્યા પણ તેમા વિવિધતા લાવવા નો પ્રયત્ન આર.ડી. એ જ કર્યો અને પરિણામ સ્વરૂપઅધધધ કહી શકાય તેમ ૨૯૨ હિન્દી, ૩૧ બંગાળી, ૩ તેલુગુ, ૨ તમિલ, ૨ ઉરીયા,  ૧ મરાઠી એમ કુલ ૩૩૧ ફિલ્મો અને ૫ નોન-ફિલ્મી આલ્બમ આપ્યા.

 

વિવિધતા કહીયે તો જ્યારે કોમ્યુટર નહોતા કે એવા કોઇ હાઇ-ફાઇ ઇન્સ્ટ્રુમેન્ટ ન હતા ત્યારે ( ૧૯૬૭માં ) તેમણે નાસિર હુસૈનની ફિલ્મ “ બહારોકેસપને ” માં એક ગીત આપ્યું “ ક્યા જાનુ સજન…. હોતી હૈ ક્યા ગમ કી શામ ”

 

http://vimeo.com/54112033

 

આ ગીતમાં ભારતિય ફિલ્મોમાં પહેલી વાર ઓવરલેપીંગ ટૅક્નિકનો ઉપયોગ કર્યો. અને ત્યા બાદ પણ ઘણીવાર ઓવરલેપીંગ ટૅક્નિકનો ઉપયોગ કર્યો જેમ કે આર.ડી., ગુલઝાર અને આશાભોંસલેના “ દિલપડોસીહૈ ” આલ્બમમાં “ રીશ્તેબનતેહૈ, બડેધીરેસે, બનનેદેતે… કચ્ચે લમ્હો કો ઝરા શાખ પે પકને દેતે ” ગીત માં ઓવરલેપીંગ નોઅફલાતૂન ઉપયોગ કર્યો. બાકી “ દિલ પડોસી હૈ ” વિશે તો જેટલું લખીયે તેટલું ઓછું ( અને જેટલું આ આલ્બમ સાંભળીયે તેટલુ ઓછું )

 

બ્યુગલ તો વર્ષો થી વાગતું આવે છે પણ “ દમમારોદ મ મ મ મ મ ઊ ઊ ઊ ઊ ” માં જે ભૂંગળુ વગડ્યું તે સાલું કોઇ વગાડી શકતું નથી. આ તો “ હરે રામ હરે ક્રિષ્ના ” ફિલ્મનું સુપર ડુપર હીટ હોય આ ગીતની તો સૌને ખબર જ હોય પણ ક્યારેય તમે “ હરે રામ હરે ક્રિષ્ના ” નું ટાઇટલ ગીત સાંભળ્યું છે ???? આર.ડી.બર્મને આ ગીત ઊષા ઊથ્થુપ અને આશા ભોંસલે પાસે ગવરાવ્યું, ઊષા ઊથ્થુપને આર.ડી.બર્મન જ લઇને આવ્યા અને ઊષા ઊથ્થુપ પાસે એવા ગીતો ગવરાવ્યા કે લોકો નાચવા માંડે.

 

http://www.youtube.com/watch?v=XiJw0TWmvo8

 

લોકો માત્ર નાચે જ નહી પણ બાળકને સૂવરાવવા માટે ચીલા ચાલુ લોરી થી સાવ અલગ જ લોરી ગીત કિશોર અને લાતા પાસે સોલો લોરી ગવરાવી ૧૯૭૯ માં નૌકરમાં “ ચાંદની રે જૂમ !!!!!! ” અને ૧૯૭૧ માં લાખો મેં એક માં “ ચંદા ઓ ચંદા ” લોરી ગીત આપ્યા……… તો તમે પણ જૂમો આ લોરી પર ….

 

http://www.youtube.com/watch?v=SWZ15rhimMk

http://www.youtube.com/watch?v=C-iywGo9IgY

 

કોઇ પણ વ્યક્તિ હોય તેમની એક આગવી ઓળખ તો હોય જ. આર.ડી.બર્મને જેટલા પાશ્ચાત સંગીતમાં માં માસ્ટર હતાં તેના કરતા ક્યાંય વધારે તેમણે ક્લાસિકલ સંગીત આપ્યું છે. છતાં પ્રોફેશનલી ફિલ્મ સંગીત માટે તેમણે એવા ગીતો આપ્યા કે પ્લેનું બટન દબાય કે પાંચમી કે સાતમી સેકંડે જ ખબર પડી જાય જે આ તોઆર.ડી.એક્સ.

 

http://www.youtube.com/watch?v=Cj1r0mGmxD8

 

“ છલિયા ” માં કલ્યાણજી આણંદ્જી ભાઇઓ એ “ ડમ ડમ ડીગા ડીગા ”, “ છલિયા મેરા નામ છલના મેરા કામ ”, “ મેરે ટૂટે હુએ દિલસે કોઇ તો આજ યે પૂછે કી તેરા હાલ ક્યા હૈ, કી તેરા હાલ ક્યા હૈ… ” અને લતા સાથે “ મેરી જાન કુછ ભી કીજીયે ” જેવા હીટ ગીતો મૂકેશ પાસે ગવરાવ્યા. જ્યારે આર.ડી.બર્મને મૂકેશ પાસે બહુ જાજા ગીતો નથી ગવરાવ્યા પણ જે ગવરાવ્યા તે વાહ !!!!  પણ આ ગીત આપણે સાંભળ્યા નહી તેમાં વાંક કોનો ????

 

ગૂગલ દેવનો ઉપયોગ કર્યા વગર કહો કે આ ગીતમાં ફીમેઇલ અવાજ કોનો છે ?

 

http://www.youtube.com/watch?v=QMa7Ah2KYrg

 

“ ભૂતબંગલા ” માં મહેમૂદે આર.ડી નો સાથ આપ્યો હતો તો આર.ડીએ મહેમૂદ નો સાથ લઇ બનાવ્યું …….

 

http://www.youtube.com/watch?v=VWt9njK6u-o

 

મહેમૂદ માં સંગીત તો હશે જ હો. એટલે જ લકી અલી થાયને…..

 

આર.કે બેનરમાં બનેલ ફિલ્મો માં આર.ડી.બર્મને માત્ર બે જ ફિલ્મ “ ધરમ કરમ ” અને “ બીવી ઓ બીવી ” માં સંગીત આપેલ.  “ ધરમકરમ ” માં આર.ડી. એ લતા, મૂકેશ અને કિશોર પાસે ગવરાવ્યું કે “ તેરે હમ સફર ગીત હૈ તેરે, ગીત હી તો જીવન મીત હૈ તેરે ”

 

http://www.youtube.com/watch?v=K_GW_hjY2RI

 

ધૂન મગજમાં આવે એટલે તરત સંગીતકાર ના મનમાં હોય ગાયક. કે આ ગીતને આજ ગાયક ન્યાય આપી શકે. કોઇ ક્યારેય એવું વિચારે કે આ ગીત ડૅની ડૅન્ઝપ્પા ગાય ???. હા ડીરેક્ટર ચોક્કસ વિચાર કરે કે વિલન તરીકે ડૅની ડૅન્ઝપ્પાને લઇયે, પણ એક ગાયક તરીકે તો લેવાની હિંમત માત્ર ને માત્ર આર.ડી. જ કરે. અને ગવરાવે કે…. “ સુન સુન કસમ સે ”

 

http://www.youtube.com/watch?v=2PKAm8thFSo

 

માત્ર ડૅની જ નહી પણ આનંદ બક્ષીજી ને પણ માઇક હાથમાં આપી દિધું. અને બક્ષી બાબુએ પણ જીવ રેડી દીધો હો આ ગીતમાં………….

 

http://www.youtube.com/watch?v=uXqy3_dz4d8

 

ફિલ્મ ઇડસ્ટ્રીઝમાં આવતા નવા તમામ ગાયકોની પાસે પંચમદાએ એવા ગીતો ગવરાવ્યા કે વાહ. અભીજીતને આવારા બનાવી બ્રેક આપ્યો. “ મૈ આવારા હી સહી….. ” રફીની પડેલી ખાલી જગ્યામાં અનવર પાસે ગવરાવ્યું “ કોઇ પરદેસી આયા પર દેસ મે… ” શબ્બીર કુમાર પાસે ફિલ્મ ડકૈત માં “ મેરે પ્યાર કો મેરે અલ્લહ, દે એક ચાંદ સા પ્યારા લલ્લા ” અને વાડેકર પાસે દ્રોહી ફિલ્મમાં “ તુમ જો મીલે તો લગા હૈ, જૈસે મીલી જીન્દગી ”

 

http://www.youtube.com/watch?v=27v6ti4nn_k

 

http://www.youtube.com/watch?v=7z8kuFYan4w

 

http://www.youtube.com/watch?v=-rl6Aes5lwk&playnext=1&list=PLLC8l28qE5xANvbLn4OFzZ8m-Vj7mGtfD&feature=results_video

 

http://www.youtube.com/watch?v=FQ7G-soi7IQ

 

સુરેશ વાડેકરે ખૂબ જ સારા ગીતો આપ્યા પણ જ્યારે તેનો ઉપયોગ આ.ડી.બર્મને કર્યો ત્યારે વાડેકરે કંઇક અલગ જ મૂડ માં જોવા ( સાંભળવા ) મળ્યા. “ બે_લગામ ” ફિલ્મમાં સાંભળૉ આશા અને વાડેકરને.

 

http://www.youtube.com/watch?v=Tx7MQs53HaI

 

સ્વિઝર્લેન્ડની બર્ફીલી વાદી માં યશચોપરા હંમેશા આપણને લઇ જાય પણ તેમા સિનેમોટૉગ્રાફર હોય મન મોહન સિંહ (  વડાપ્રધાન નહી હો, તે તો ક્યાં કંઇ બોલે છે ) આમ તો આ મન મોહન સિંહ પણ બહુ બોલે નહી પણ પંચમદા એતો આખું ગીત ગવારાવ્યું.

 

http://www.youtube.com/watch?v=lL60iC1tG18

 

જે થોડા પણ ગીત પ્રેમી હોય તેને હંમેશા પરિંદા નું ગીત “ તુમસે મીલ કે એસા લગા તુમસે મીલકે અરમાં હુવે પુરે દિલ કે, એ મેરી જાને વફા…. ”  ગીત ગમતું જ હોય અને પ્રસંગોપાત આ ગીત ગાતા જ હોય તેમજ કોઇ પણ પ્રોગ્રામમાં પણ આ ગીતની ફરમાઇશ આવે જ પણ મેં ક્યારેય કોઇના પાસે “ પ્યાર કે મોડ પે છોડોગે જો બાંહે મેરી ” નથી સાંભળ્યું. તમે નથી સાંભળ્યું ??? તો સાંભળૉ.

 

http://www.youtube.com/watch?v=RZ0B1Ag7-_g

 

“ બોબી ” પછી શૈલેન્દ્રસીંહ નો જમાનો આવ્યો પણ મ્ધ્યાન પહેલા જ સુર્ય અસ્ત થઇ ગયો ત્યારે પંચમદાએ ૧૯૯૧માં “ ગુન્હેગાર કૌન ? ” માં શૈલેન્દ્રસીંહ અને આશા પાસે જાદુ કરાવ્યો કે “ ના સનમ મર જાયેંગે હમ… ” ( આ ગીતની લીંક મળતી નથી. કોઇને મળે તો આપજો.)

 

૨૦૦૦ માં એટલે કે આર.ડી. ના મૃત્યુ પછી લગભગ ૬ વરસ બાદ ગેંગ ફિલ્મમાં પણ તે ચાલ્યા ગયા પછી કહ્યું કે “ છોડ કે ના જાના…..  ” પરંતુ હવે કહીને કોઇ ફાયદો નથી અને જેને જેને રોકાઇ જવાનું કહ્યું તે ક્યાં કોઇ રોકાાણા છે.

 

http://www.youtube.com/watch?v=Ru-z4ZXvOhU

 

અને છેલ્લે એક એવું ધૂન કે જે મારી બહુ જ ગમતી ધૂન છે “ જલપરી ”. જે પંચમદા એ ઘણા જ વરસો પહેલા બનાવેલી, અને બંગાળી “ તુની કાટો જે દુરે ” માં પોતે જ ગાયેલ, બોલીવુડમાં પંચમદાએ આ ધુન નો ઉપયોગ ફિલ્મ “ સાગર ” માં ડીમ્પલ કાપડીયા જ્યારે નહાતી હોય છે ત્યારે ઉપયોગ કર્યો. અને ત્યાર બાદ ૧૯૯૩ માં ગુલશન કુમારે પોતાના ભાઇ માટે બનાવેલ “ આજા મેરી જાન ” ના ટાઇટલ ગીત માં “ જલપરી ” નો ઉપયોગ કર્યો.

 

http://www.youtube.com/watch?v=v8mzDXcEvFw

 

http://www.youtube.com/watch?v=ShW2yFwMcwI

 

http://www.youtube.com/watch?v=EUaEsn4NLoc

 

મારી ભૂલચૂક સુધારવા માટે અજયભાઇ શેઠ્નો આભારી છું

 

આપ સૌના પ્રતિભાવ આવકાર્ય છે.

 

આભાર.

 

 

 

 
7 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 3, 2013 in Uncategorized

 

7 responses to “પંચમદા !!!!!!!!!!

 1. jjkishor

  જાન્યુઆરી 4, 2013 at 05:59

  સરસ અને સભર માહિતી બદલ ધન્યવાદ…..સંગીતની દુનિયા જ નોખી હોય છે. તમે એનો આસ્વાદ કરાવ્યો. આભાર.

   
 2. saksharthakkar

  જાન્યુઆરી 4, 2013 at 06:28

  ખુબ જ માહિતીસભર લેખ. મજા આવી. એક સુધારો – “સુન સુન કસમ સે” બેની એ ગાયું હતું, ડેની એ નહિ.

   
  • thakerdevdutt

   જાન્યુઆરી 4, 2013 at 10:44

   શ્રી સાક્ષરભાઇ,

   આ ગીત ડેની એ જ ગાયેલ છે.

    
   • saksharthakkar

    જાન્યુઆરી 4, 2013 at 23:38

    તમે આપેલી લીંકમાં યુ ટ્યુબમાં સિંગર ના નામ માં Benny લખેલું છે. બાકી હું sure નથી. 🙂

     
   • thakerdevdutt

    જાન્યુઆરી 5, 2013 at 11:02

    શ્રી સાક્ષરભાઇ,

    આપની વાત સાચી છે, Youtube પર ઘણી વાર માહિતી ૧૦૦% સાચી નથી હોતી કારણ કે આ માહિતી મારા / તામારા જેવા શોખીનો દ્વારા અપલોડ કરેલી હોય છે. આપે આટલું ચોક્કસાઇ પૂર્વક જોયું એટલે લાગે છે કે મારી મહેનત એળે નથી ગઇ.

    આભાર.

     
 3. GHANSHYAM VYAS

  જાન્યુઆરી 4, 2013 at 11:07

  WAH DEV GOOD INFO KEEP IT UP

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: