RSS

શહેરમાં ફરતાં ફરતાં.

24 ઓક્ટોબર

 

શહેરમાં ફરતાં ફરતાં.

 

મુંબઇ શહેરની વસતીમાં વધારો થતો જ રહ્યો છે પણ એમા કાંઇ નવાઇ જેવું નથી કારણ કે આ શહેર અનેક પ્રકારનાં વધારા માટે પહેલેથી જ પ્રખ્યાત છે અને હમાણાં તો આખા ભારતભરમાં વધારાનો પવન ફૂંકાઇ રહ્યો છે. ભાવતાલ વધી રહ્યા છે, મતભેદ વધતા જાય છે, મહેમાનોમાં વધારો થતો રહે છે, વરસાદ, તોફાનો કે અકસ્માતોની બાબતોમાં વધારો નોંધાતો રહ્યો છે, પ્રધાનોના પગારોમાં વધારો જોવામાં આવ્યો છે, એમના વજનમં વધારો થયો છે, ભોજન અને ભજનમાં વધારો થયો છે, બેકારીમાં વેપારીનો અને વેપારીમાં બેકારીનો વધારો થયો છે, ચૂંટણી આવી રહી છે એટલે જુદાજુદા પક્ષનાં નેતઓની દોડ્ધામમાં વધારો જણાય છે, અમદાવાદની મીલનાં ભૂંગળામાંથી, મહાગુજરાતની ચળવળનાં ધૂમાડામાં પણ વધારો દેખાય છે, રસ્તા વધતા જાય છે તેમ તેમ ધૂળ અને પત્થરોનો પણ વધારો થતો જાય છે, વરરાજાઓની તેમજ અમદાવાદ જેવા સ્થળોમાં વાનરરાજાઓની સંખ્યામાં પણ વધારો દેખાય છે, ડૉક્તરો વધતાં રહે છે, દર્દીઓ વધતાં રહે છે, આયુર્વેદિક સસ્તી દવાઓ પ્રજાનું કલ્યાણ કરતી રહે એ હેતુથી  વૈદ્યરાજાઓ સલાહનાં ભાવમાં વધારો કરે છે, કેટલીક જગ્યાએ ભણેલા ગણેલા વરરાજાઓએ પોતાના ભાવમાં વધારો કર્યો છે, ગાડીઓ ઓછી અને ઉતારૂ વધી રહ્યા છે, ગાયો ઓછી અને ગોવાળો વધી રહ્યા છે, વાળ ઘટે છે અને તેલ વધતા રહ્યા છે, ઘરાકી ઓછી અને હેર કટીંગ સલૂન વધે છે. રાજા ગયા અને પ્રધાનો વધ્યા, મકાનો ઓછા રહેનારા વધ્યા, લુંટારા વધ્યા, ધૂતારા વધ્યા, અને કળાસંસ્કૃતિને વિકૃત સ્વરૂપમાં રજુ કરનારા આધુનિક ચિતારા વધ્યા, શરાબ ઓછો થયો તો નાની ઉંમરે બીડીસિગારેટ પીનારા વધ્યા, સ્મશાન ઓછા અને મરનારા વધ્યા, ઓફિસમાં કામ કરતી સ્ત્રીઓમાં વધારો થયો અને સાથે ઘરનું પાણી ભરનારાઓમાં પણ વધારો થયો, ગલીગુંચીઓમાં વધારો અને તાળાકુંચીંઓમાં વધારો, દાંતાંયા કરનારા પણ વધ્યા, હસાવી ફસાવી જનારા વધ્યા અને ફસાવીને ખસી જનારા પણ વધ્યા અને મોઢું જોઇને ચાંદલા કરવા ન ગમે એવા માંદલા વરરાજા પણ વધ્યા ! વજુ ! બધાનું બધુ વધ્યું છે પણ કોઇની આવક વધી છે ???

 

વજુ કોટક.

=====================================================================

 

ઉપરની વાત જૂની નથીને ????

આજની જ છે ને ??

આપણી આજુબાજુની બનતી અત્યારની ઘટના લાગે છે પણ

આ લખાણ છે તા. ૨૨.૧૨.૧૯૫૬ નું એટલે કે ૫૬ વરસ જૂનું, પણ

લાગે છે કે અત્યારેનું

એટલેકે ૫૬ વરસ પછી આપણે ત્યાં ને ત્યાં જ છીએ.

 

 

 

 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 24, 2012 in Uncategorized

 

One response to “શહેરમાં ફરતાં ફરતાં.

  1. Jignesh

    ઓક્ટોબર 27, 2012 at 19:25

    Even I have this book. Oftenly I read it.

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: