RSS

“ રૂપકથા ”

24 ઓક્ટોબર

આશરે ૧૯૯૦-૯૧ માં રાજુલાની બેન કમળાવતી લાઇબ્રેરીમાંથી એક બૂક વાંચવા લીધી, “મધુરાયની શ્રેષ્ઠ વાર્તાઓ ” તે બૂકમાંથી મને એક વાર્તા બહુ જ ગમેલ “ રૂપકથા ” તેની ફોટોકૉપી બનાવીને વરસોથી સાંચવીને રાખેલ. હવે તો તે કાગળ પણ સાવ જીર્ણ થઇ ગયો છે, તો વાંચો મધૂરાયની “ રૂપકથા ”

રૂપકથા   – મધુરાયની શ્રેષ્ઠ વાર્તાઓ.

હું કલ્પના કરૂં છું કે, હું એક ડુંગરની ટોચ ઉપર બાંધેલા એક ડાકબંગલાની બહારની બાલ્કનીમાં નેતરની ખૂરશી ઉપર હાથ ફેલાવી મોડ ઉપર પગ ભરવી બેઠો છું. અંધકાર અંધકાર ચોપાસ વ્યાપી ગયો છે. દૂર દૂર ના જંગલોમાંથી પ્રાણીઓના બરાડ્વાનાં અવાજ સંભળાય છે, હું એક એક અવાજ ઓળખું છું : સિંહનો, વાઘનો, વરૂનો, રાતનો, તમરાનો, દરવાનનો, ખૂરશીનો – કલ્પના કરૂં છું : મારી આસપાસ આરપાર દેખાય એવી નાજુક સ્વચ્છ કૉસ્ટિક સોડાની ગંધવાળી મચ્છરદાની છે, એની આસપાસ મચ્છરોનાં ઝુંડ, માખીઓની હાર, અંધકારના અવાજો, સિંહના, વાઘનાં, વરૂનાં-અંધકારમાં દેખાય એવી મારી બંદૂક ખીંટીએ લટકાવેલી પડી છે, મારા શયનખંડની બાલ્કની ઉપર જાડા પિળા રંગનો આધૂનિક પડદો છે. પડદા ઉપર કથ્થાઇ રંગના ફૂલ ચીતરેલાં છે, બાલ્કનીમાંથી ઉંચૂ થયેલ આંબાનું ઝાડ દેખાય છે, એની કાચી કાચી કેરીઓ જમીન સાથે પછડાઇ પછડાઇને તુટી પડે છે, ડોકું વધું કાઢાતાં માળીની ઝૂંપડી દેખાય છે, એની ઝૂંપડી ઉપર દૂધીની એક વેલ વીંટા ખાય છે, માળી પકડી લાવેલ સસલાં રાંધે છે, ચોકીદાર ખાટલો પાથરે છે, નીચે ગેટ્ની પાસે, એની પાસે બંધ ગેઇટની ચાવી છે, ડાક્બંગલાની આસપાસ હજાર ફૂટ ઊંચી દિવાલ છે, એના ઉપર કાંટાળી જાળીવાળી વાડ છે, એમા વિજળીનો પ્રવાહ છે,  અને તેની આસપાસ જંગલ છે, અંધકાર છે. એ જંગલ વટાવ્યા પછી મોટી ખાઇઓ આવે છે, અને ખાઇઓ પછી પૃથ્વિનો અંત આવે છે. એ પછી ડગલું ભરતાં પૃથ્વિની બહાર ગબડી પડાય છે, અને એથી આગળ કલ્પના જ નથી, સુર્યનો પ્રકાશ પણ જતો નથી. કોઇને અનુભવ નથી- અવાજો સિંહનાં, ચોકીદારના નસખોરાના, માળીના રંધાતા સલસાની ચીસોના, ટપ ટપ કેરીઓનાંપછાડવાના, આંબાના પાકવાની ઉતાવળના, મન છે ભીંત ઉપર ચોડેલી બંદૂક ઉપાડી ફોડવાનું, મારા શરીરે માળીની ઝુંપડી ઉપર વીંટો લેતી વેલની જેમ કારતૂસની પટ્ટી વીંટો લઇ પડી છે, પગ બાંધીને લાકડામાં ટાંગી ગોળ ગોળ ફેરવી રાંધેલા સુવ્વરનું અણચાખ્યા સ્વાદવાળું માંસ માળીની ઝુંપડી ઉપર વીંટો લેતી વેલની જેમ અને મારા શરીરે બાંધેલી ચામડાની કારતૂસની પટ્ટીની જેમ પેટના આંતરડામાં વીંટો લે છે. ખાતાં ખાતાં પ્યાજ જેવી તામસી ઇન્દ્રિયગમ્ય ચટખારા મારતી, બાબાર્ચીની વાતો, ભૂતની, પ્રેતની, પલીતની, ચોરની, લૂંટારઓની, શેરની, શિકારની, શિકારીની, નાડીની, બાપને ઠર્રા પીવાના પૈસા આપતાં, સાથે ચાલી આવતી દિકરીઓની, દૂર દૂરના પ્રદેશોની, દેશોની જંગલની બહાર, આ દ્વારની બહાર, વિસ્તારની બહાર, અંધકારની બહાર, ચાર ચાર ઘોડાઓ જોડેલી ગાડીઓ જ્યારે બાર બાર કલાક ચાલે, ત્યારે હ્જારો વર્ષે પહોંચે એટલે દૂર આવેલાં સ્વર્ગ અને નર્કનાં એક પ્રકારની વાતો, પ્યાજના સ્વાદ અને ગંધવાળી વાતો, માળીની ઝુંપડીની વેલની જેમ મેહાગની ટેબલ ઉપર જીવને વીંટા લઇ બાંધી લેતી વાતો મન માં ને મનમાં વીંટા ખાય છે.

 

શયનખંડ્ની ભીંત નીચે એક નાનો ‘ હર્થ ’ છે,  એ એક નાના ‘ હર્થ ’ ની ઉપર એક નાની અભેરાઇ ઉપર એક જૂના ઓઇલ પેઇન્ટિંગની એક સોનેરી ફ્રેમ છે, ‘ હર્થ ’ માં લાકડા ભડભડે છે, “ લાકડા પૂરા થતાં હાડકા લેવા ” એવી સૂચના અંગ્રેજીમાં લખલી પડી છે એક લાકડાની તખતી ઉપર, આકડાનાં રંગ જેવા રંગે લખાયેલા અક્ષરોની. લાકડા પુરા થઇ ગયા છે, હું મચ્છરદાનીમાંથી બહાર નીકળી ઢગલે ઢગલે પડેલા હાડકા ઉપાડી ઉપાડી આગમાં નાખું છું, પકડાઇ જવાની ધાસ્તીમાં નાખી દેવાતા કોઇ દસ્તાવેજોની જેમ એક એક હાડકું ચોરની જેમ નાખું છું . ડરવાનું કોઇ કારણ નથી, હું ડરનો અભિનય માણું છું, વીંટા લેતી વાતોના પોલાણમાં ડરનો એ અભિનય ચપોચપ ફિટ થાય છે,  બ્રાહ્મણનાં કાન ઉપર વીંટા લેતી જનોઇની જેમ, ચપોચપ, એનાથી બધી વાતોમાં એક એંગતતાનો પાશ આવે છે, હું કલ્પના કરૂં છું, હું પાણીદાર ઘોડાઓ ઉપર બેસી એક નાના ‘ હર્થ ’ પાસે આવું છું, સમયનાં હાડકા ભૂતકાળ જેવા જૂનાં, પ્રત્યયોની ધૂળવાળા હાડકા ઉપાડી ઉપાડી આગમાં નાખું છું, સમયની કરોડરજ્જુનું એક હાડકું ઉપાડી વચ્ચેથી વાળી નાખું છું બન્ને હાથે, ઘડીયાલનાં કાંટાની જેમ એને ફાવે ને કોણમાં ગોઠવી ગોઠવી વખતની સપાટી ઉપર તરતી ઘટનાઓ ટેલિવિઝનની સ્વિચ ફેરવી પકડતો હોઉં તેમ પકડું છું. એક એક ઘટના હું ઓળખું છું – સિંહની, વાઘની, વરૂની, અંધકારની, હું કલ્પના કરૂં છું કે એ ઘટનાઓ કાંઇ નથી, ભૂંસાતી જાય છે. જાણે મારા હથમાં પકડેલી સમયની કરોડરજ્જુના વળાંકે વળાંકે ફરી એકડે એક એક એક, હું કલ્પના કરૂં છું, આ સામે ઉછળે છે એ કાંઇ નથી, આ આંખે સાંજે છે તે અંધકાર નથી, સરકે છે તે રેતી નથી, ચલકે છે તે સોનું નથી, સળકે છે તે કાનના પોળાણમાં ભરાયેલું પાણી નથી, ફરકે છે તે ડાબી આંખ નથી, હું કલ્પના કરૂં છું, ફાટી પડતી કેરીઓના ઝાડની અવાજોની, સિંહના, વરૂનાં, સસલાંના, વીંટા લેતી વાતોની, હજાર ફૂટ ઊંચી દિવાલોની ઇલેક્ટ્રીફાઇડ બાર્બડ વાયર્સની, માળી, બાબર્ચી, ચોકીદારની હું કલ્પના કરૂં છું : હું તને યાદ કરતો નથી.

 
2 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 24, 2012 in Uncategorized

 

2 responses to ““ રૂપકથા ”

 1. Nivarozin Rajkumar

  ઓક્ટોબર 24, 2012 at 18:08

  bap re ……………bahu difficult 6e ato……vicharo….kalpana

   
  • thakerdevdutt

   ઓક્ટોબર 24, 2012 at 20:55

   તેમ છતાં મારી ગમતી વાર્તાઓમાની એક છે, ૨૦/૨૨ વરસ સુધી માત્ર એક પેઇજ સાંચવીને રાખેલ.

    

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: