RSS

રાગ અહિર ભૈરવ

22 ઓક્ટોબર

.
.
૧૯૫૭ માં આવેલ ફિલ્મ “ દેખ કબિરા રોયા ”, તમે કોઇયે જોય છે, મેં નથી જોઇ કોઇક સાચી અને સારી માહિતિ આપો તો મારે જોવી છે.

અત્યારે આ વાત એટ્લે કરૂં છું કે Youtube પર “ દેખ કબિરા રોયા ” નું ગીત “ મેરી વીણા તુમ બિન રોયે, સજના… સજના… સજના……. ” વાગી રહ્યું છે, ( બધી રીતે જ વાગી રહ્યું છે ) કદાચ હિંદી ફિલ્મમાં અહિર ભૈરવ નો ઉપયોગ સૌ પ્રથમ વાર મદન મોહન સાહેબે આ ગીત માં કર્યો હતો.

http://youtu.be/tif2LHliE_A

 

ભગવાન શિવે અહિર ભૈરવ રાગ રચેલ છે તેવુ કહેવાય છે, પ્રાત: કાલીન રાગ હોવા છતાં તેની ખાસિયતએ છે કે તેમાં રિષભ અને ધૈવત કોમળ લાગે છે, વિદ્વાનો એવું માને છે કે દુર્લભ એવો રાગ આહિર કે આભારી સાથે મિશ્રાણ બની રાગ અહિર ભૈરવ બનેલ છે, પણ આપણે તો રોટલાનું કામ ટપાકાનું નહી.

 

મન્ના ડે ના અવાજ માં રાગ અહિર ભૈરવની બિજી એક કમાલ આ રહી…..

http://www.youtube.com/watch?v=ZgKR8fFb_dw
.
.

( આ મારી એક જૂની ફેસબુક પોષ્ટ છે. )

 
3 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 22, 2012 in Uncategorized

 

3 responses to “રાગ અહિર ભૈરવ

  1. JIGNESH

    ઓક્ટોબર 22, 2012 at 15:37

    રાગ અહિરભૈરવ… (ઘણાં નવા નવા સંગીત રસીયા જે પોતાની અણઆવડત રજુ કરવાને રીતસરનાં તડપતા હોય તે આ રાગને આહિરભૈરવ પણ કહે છે ને પોતાનું અલ્પજ્ઞાન સિઘ્ઘ કરે છે).

    રાગ અહિરભૈરવ પર આધારિત મને ખુબ ગમતા થોડા ગીતો…

    ૧. પૂછોના કૈસે મૈને રૈન બિતાયી…
    (ગાયક – મન્નાડે, ફિલ્મ – મેરી સુરત તેરી આંખે, સંગીતકાર – એસ.ડી.બર્મન)

    ૨. સોલહ બરસ કી બાલી ઉંમર કો સલામ…
    (ગાયક – લતા, ફિલ્મ – એક દૂજે કે લીયે, સંગીતકાર – લક્ષ્મીકાંત પ્યારેલાલ)

    ૩. વક્ત કરતા જો વફા આપ હમારે હોતે…
    (ગાયક – મુકેશ, ફિલ્મ – દિલ ને પુકારા, સંગીતકાર – કલ્યાણજી આણંદજી)

    આ સિવાયનાં ખૂબ બધા ગીતો અહિર ભૈરવ પર આધારિત છે, પણ આ તો જે યાદ આવ્યા અને માણવા જેવા છે તેની વાત છે… વધુ ફરી ક્યારેક. રાગની જેમ તેની વાત પણ મુડ અને મોકો જોઇ ને છેડીએ તો વાંચકજન અને રસીકજન બંનેને મજા મજા પડી જાય.

     
    • thakerdevdutt

      ઓક્ટોબર 22, 2012 at 15:43

      રવિન્દ્ર જૈને એક ઉત્તમ રચના આપી… રામ તેરી ગંગા મૈલી હો ગઇ … પાપીઓ કે પાપ ધોતે ધોતે…..

      આ ગીત તો ઘણી વાર સાંભળેલ હશે, હવે અહિર ભૈરવ તરીકે સાંભળજે….

       

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: