RSS
અસાઈડ
22 ઓક્ટોબર

.
.

કેટલાક સંગીત ચાહકો જ્યારે ભપ્પી લહેરીનું નામ સાંભળે એટ્લે ખરબ વાસ આવી હોય એમ નાક ચડાવે. આવા લોકોને એક વાર ૧૯૮૪ માં પદ્માલય સ્ટુડિયોની ફિલ્મ “ હૈસિયત ” ( જીતેન્દ્ર, જયાપ્રદા ) નું આ એક ગીત “ ધીરે ધીરે સુબહ હૂઇ, જાગ ઉઠી જીન્દગી…. પંછી ચલે.. અંબર કો, માઝી ચલે.. સગર કો… પ્યાર કા નામ જીવન હૈ… મંજિલ હૈ પ્રિતમ કી ગલી….. ” સભળાવવું. ભપ્પીદાએ રાગ અહિર ભૈરવમાં એવું તો સજાવ્યું કે બંધ આખે પણ સવાર પડતી હોય તેવો અનુભવ થાય થાય ને થાય જ……….

http://youtu.be/L-orIwDrNwo
.
.

( આ મારી એક જૂની ફેસબુક પોષ્ટ છે. )

ધીરે ધીરે સુબહ હૂઇ

 
5 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 22, 2012 in Uncategorized

 

5 responses to “ધીરે ધીરે સુબહ હૂઇ

 1. JIGNESH

  ઓક્ટોબર 22, 2012 at 14:19

  Good… Rest of this raag I will definitely like to add something here. But sometime later…

   
 2. JIGNESH

  ઓક્ટોબર 22, 2012 at 14:24

  Can you please to tell me that At which time this particular Raag should be sing???

   
 3. JIGNESH

  ઓક્ટોબર 22, 2012 at 16:00

  ૧૯૮૪માં રજુ થયેલી ફિલ્મ હૈસિયતમાં ધીરે ધીરે સુબહ હુઇ, જાગ ઉઠી ઝિંદગી… માં જે ખુબીથી આ રાગનો ઉપયોગ સંગીતકાર ભપ્પી લહેરીએ કર્યો છે તે લાજવાબ છે. મિત્રો આ ગીત સાંભળો તો ખ્યાલ આવશે જેમ જેમ ગીત ગવાતું જાય સુંદર સવાર ઉઘડતી જાતી હોય એવું પ્રતિત થાય.

  “ ધીરે ધીરે સુબહ હુઇ, જાગ ઉઠી ઝિંદગી,
  પંછી ચલે અંબર કો,
  માઝી ચલે સાગર કો,
  પ્યાર કા નામ, જીવન હૈ… મંઝિલ હૈ પ્રીતમ કી ગલી…”

  એક થોડી ઓછી જાણીતી ફિલ્મ, વિજેતાનું ગીત છે, “મન આનંદ આનંદ છાયો…” સંગીતકાર અજીત વર્માનાં સંગીત નિર્દેશનમાં શાસ્ત્રિય સંગીતનાં ઉપાસક સત્યશીલ પાંડે અને આશા ભોંસલેએ આ ગીત ગાયેલું.

  “ મન આનંદ આનંદ છાયો, મીટ્યો ગગન ઘન અંધકાર અંખિયો મેં જબ સુરજ આયો,
  મન આનંદ આનંદ છાયો, ઊઠી કિરણ કી લહર સુનહરલી જૈસે પાવન ગંગાજલ,
  અર્પણ કે પલ હર સિંગાર મધુ ગીત સિંદુરી ગાયો… મન આનંદ આનંદ છાયો…

  ૧૯૮૧માં આવેલી ફિલ્મ ‘એક દુજે કે લિયે…” માં પણ “સોલહ બરસકી બાલી ઉંમર કો સલામ” ગીતમાં સંગીતકાર લક્ષ્મી – પ્યારે એ આ રાગનો અદભુત ઉપયોગ કર્યો છે. ષોડશી એટલે કે સોળ વરસની તરુણીના અંગે અંગમાં ફુટી રહેલી યૌવનની વસંતને વ્યક્ત કરવા આ સંગીતકાર બેડલીએ આ ગીતને રાગ અહિર ભૈરવમાં લડાવ્યું હતું.

  “કોશીશ કરકે દેખલો, દરીયા સારે, નદીયાં સારી,
  દિલ કી લગી નહીં બુઝતી, બુઝતી હૈ હર ચિનગારી…

  સોલા બરસ કી બાલી ઉંમર કો સલામ, એ પ્યાર તેરી પહેલી નઝર કો સલામ…”

  એવું પણ સાવ નથી કે જુના જ ગીતો કે ફિલ્મો કે સંગીતકારો એ આ રાગનો ઉપયોગ કર્યો છે. આપણા એક ગુજરાતી અને અત્યંત ગુણી સંગીતકારે પણ આ રાગ આધારીત એક ગીત આપેલ છે. તે સંગીતકાર એટલે આપણા સુરતનાં ઇસ્માઇલ દરબાર અને ગીત એટલે ફિલ્મ, “હમ દિલ દે ચુકે સનમ” નું “અલબેલા સજન આયો રી…” આ ગીત જગપ્રસિધ્ધ સારંગીવાદક ઉસ્તાદ સુલતાન ખાં સાહેબે અને સાથે શંકર મહાદેવન અને કવિતા ક્રુષ્ણામુર્તિએ ગાયેલ છે. ગીત નાયિકાનાં મનનાં સંવેદનો અને ઊર્મીને વાચા આપનારું હતુ. સંગીતકાર ઇસ્માઇલ દરબારે આ ગીતમાં પોતાનું હૈયુ ઠાલવી દીધુ હોય એવું લાગે.

  “અલબેલા સજન આયો રી, મોરા હિતવર સુકર આયો રી…
  જ્યોત પુરાવો, મંગલ ગાઓ, સનનન સનનન, મન રંગ ઇશ પાયો રી,
  અલબેલા સજન આયો રી…”

  જેમ આપણા લોકગીત નાં રચયતા કોણ છે તેની ખબર કોઇને હોતી નથી તેમ “ અલબેલા સજન આયો રી ” પણ વર્ષો થી ગવાય છે, માટે આનૉ શ્રેય ઇસ્માઇલ દરબાર ને નથી.

  તો પછી લે આ “ અલબેલા સજન આયો રી ” ને સાંભળ ને કૈંક અલગ જ અનુભવ કરો.

  આભાર……..

   
  • thakerdevdutt

   ઓક્ટોબર 22, 2012 at 16:13

   રાહુલ દેશપાંડેએ ગાયેલ આ “ અલબેલા સજન આયો રી ” હંમેશા મારા મોબાઇલમા હોય જ છે, ઘણા રસ ના ઘોયા મારો મોબાઇલ લઇ ગેલેરી ખોલે અને “ અલબેલા સજન આયો રી ” જોઇ ઠરી જાતા હોય છે

    

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: